For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ માટે રાહતના સમાચાર: NCPનો સાથ છોડીને યોગાનંદ શાસ્ત્રીએ કરી ઘર વાપસી

Updated: May 4th, 2024

લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ માટે રાહતના સમાચાર: NCPનો સાથ છોડીને યોગાનંદ શાસ્ત્રીએ કરી ઘર વાપસી

Image Source: Twitter

Yoganand Shastri to Join Congress: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા યોગાનંદ શાસ્ત્રીએ ઘર વાપસી કરી છે. તેઓ NCP છોડીને ફરી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. આ સાથે જ મોટા નેતાઓના રાજીનામા વચ્ચે દિલ્હી કોંગ્રેસ માટે આ રાહતના સમાચાર છે.

યોગાનંદ શાસ્ત્રીએ વર્ષ 2020માં આપ્યુ હતું રાજીનામું

કોંગ્રેસના પૂર્વ નેતા યોગાનંદ શાસ્ત્રીએ વર્ષ 2020માં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ શહેર એકમના અધ્યક્ષ સુભાષ ચોપડા સાથે મતભેદને કારણે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ યોગાનંદ શાસ્ત્રી નવેમ્બર 2021માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં સામેલ થઈ ગયા હતા. તેમણે NCP પ્રમુખ શરદ પવારની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જે જવાહરલાલ નેહરુના સમયમાં હતી તે હવે નથી રહી, બદલાઈ ગઈ છે. આથી તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. જે લોકો પાર્ટી માટે કંઈક યોગદાન આપવા માંગે છે તેમને પાર્ટી દ્વારા કોઈ મહત્વ આપવામાં નથી આવતું. 

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે યોગાનંદ શાસ્ત્રી

યોગાનંદ શાસ્ત્રી 2008 થી 2013 વચ્ચે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ કોંગ્રેસની શીલા દીક્ષિત સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા.

દિલ્હી કોંગ્રેસના નેતાઓ પર લગાવ્યો હતો ટિકિટ વેચવાનો આરોપ

બીજી તરફ જ્યારે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ યોગાનંદ શાસ્ત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે દિલ્હી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર ટિકિટ વેચવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્યની કમાન એક એવા વ્યક્તિ પાસે છે જે કોઈનું સન્માન નથી કરતા અને એવા લોકોથી ઘેરાયેલા છે જેઓ વિધાનસભાની ટિકિટ વેચવામાં સામેલ છે.


Gujarat