For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આવતીકાલથી આ બેંકોના ક્રેડિટ કાર્ડથી બિલ ભરવા પર ચૂકવવો પડશે એકસ્ટ્રા ચાર્જ, જાણો નવા નિયમ

Updated: Apr 30th, 2024

આવતીકાલથી આ બેંકોના ક્રેડિટ કાર્ડથી બિલ ભરવા પર ચૂકવવો પડશે એકસ્ટ્રા ચાર્જ, જાણો નવા નિયમ
Image  Envato 

જો તમે પ્રાઈવેટ સેક્ટરની યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકના ગ્રાહક છો, અને આ બેંકોના ક્રેડિટ કાર્ડથી શોપિંગથી લઈને બિલ પેમેન્ટ માટે કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે તમારા પોકેટ મનીનો ખર્ચ વધવાનો છે. અને તેની શરુઆત આવતીકાલે 1લી મે 2024થી થવા જઈ રહી છે. હકીકતમાં આ બેંકોએ યુટિલિટી બિલ પેમેન્ટ કરવા પર વધારાનો ચાર્જ લગાવ્યો છે, જે આવતીકાલથી લાગુ થશે. આવો જાણીએ કે કેટલો ખર્ચ વધશે. 

1 મેથી યુઝર્સને લાગશે ઝટકો

Yes Bank અને IDFC ફર્સ્ટ બેંકના ગ્રાહકોને ઝટકો આપતા સમાચાર છે. 1 મેથી આ બેંકોના ગ્રાહકોએ યુટિલિટી બિલ ભરવા માટે વધારે રકમ ચૂકવવી પડશે. રિપોર્ટ પ્રમાણે બેંકો દ્વારા આ નિર્ણય ગ્રાહકો દ્વારા પર્સનલ કાર્ડના દુરુપયોગ અને ઓછા MDRને કારણે લેવામાં આવ્યો છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે  MDR એ ફી છે,  જે દરેક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે પેમેન્ટ ગેટવે કંપનીઓ વસૂલ કરે છે.

બેંકોની કમાણીમાં થશે વધારો 

જો કે,  MDR ચાર્જ અલગ- અલગ ટ્રાંજેક્શન માટે અલગ- અલગ હોય છે અને યુટિલિટી બિલની ચૂકવણીના કિસ્સામાં તે અન્ય કેટેગરી કરતા ઓછો છે. મતલબ કે, ક્રેડિટ કાર્ડનો વધતો ઉપયોગ છતાં Utility Bill payments (બેંક યુટિલિટી બિલ પેમેન્ટ્સ) દ્વારા MDR કરતાં ઓછી કમાણી થાય છે. હવે તેમાં એક ટકાનો વધારો કરીને બેંકો તેમની કમાણીમાં વધારો કરવા જઈ રહી છ, અને તેનો બોજ ક્રેડિટ કાર્ડ યુઝર્સ પર પડવાનો છે.

15000 રુ. બિલની ચુકવણી પર 15 રૂપિયા એક્સ્ટ્રા

યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકે હાલમાં આ સંદર્ભે એક જાહેરાત કરતાં કહ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ પાસેથી યુટિલિટી બિલના પેમેન્ટ પર 1 ટકાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. એટલે હવે આ મુજબ જો તમે યસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમારું વીજળીનું બિલ ભરો છો અને જો તે બીલ 15,000 રૂપિયા છે, તો 1 મે પછી તમારે તેના પર એક ટકા પ્રમાણે અથવા 15 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.


Gujarat