For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધરપકડના કલાકો પહેલા યાસિન મલિકની ખૂબસુરત પત્નીએ આપ્યો હતો આ સંદેશ

Updated: Feb 23rd, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર

કાશ્મીરના ભાગલાવાદી નેતા યાસિન મલિકની ગઈકાલે ધરપકડ કરાઈ હતી અને યોગાનુયોગ આ દિવસે જ મેરેજ એનિવર્સરી હોવાથી તેની ખૂબસૂરત પત્નીએ તેને લગ્નની 10મી વર્ષગાંઠ માટે શુભેચ્છા આપતુ ટ્વિટ કર્યુ હતુ.

યાસિન મલિકની પત્ની મુશાલ હુસેન મલિકે ટ્વિટ કરવાની સાથે સાથે લગ્ન સમયનો ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યો હતો.મુશાલ મલિકે લખ્યુ હતુ કે જન્નતના દરવાજા સુધી આપણે એકબીજાની સાથે ચાલીશું.હેપી વેડિંગ એનિવર્સરી, 

યાસિન મલિકે મુશાલ સાથે લવ મેરેજ કર્યા છે.કાશ્મીરમાં આતંકવાદનો હિમાયતી એવો મલિક મુશેલના પિતા નિયાઝ મલિક સાથે સંપર્કમાં હતા.તે તેના ઘરે જ ઉતરતો હતો.તેના ભાષણો કરવાની છટાથી આકર્ષાઈને મુશાલ તેના પ્રેમમાં પડી હતી.

યાસિન મલિક ખાસ ભણેલો નથી જ્યારે મુશાલ વિખ્યાત લંડન સ્કૂલો ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરી ચુકેલી છે.

Gujarat