India

‘ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત થઈ રહી છે’, સેમિકોન ઇન્ડિયા 2026નું PM મોદી દ્વારા ઉદ્ઘાટન

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના યશોભૂમિ સેન્ટરમાં 'સેમિકોન ઇન્ડિયા 2026'નું ઉદ્ઘાટન કર્યું. આ 3 દિવસીય કાર્યક્રમમાં 52 દેશોની 600થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવા સહયોગ, રોકાણ અને પ્રતિભા વિકાસને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે. 1 લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપી રોજગારીની નવી તકો ઊભી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત થઈ રહી છે’, સેમિકોન ઇન્ડિયા 2026નું PM મોદી દ્વારા ઉદ્ઘાટન

SEMICON India 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના યશોભૂમિમાં 'સેમિકોન ઇન્ડિયા 2026' (SEMICON India 2026) ની 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે હાજર રહેલા દેશ-વિદેશના અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, રોકાણકારો અને નિષ્ણાતોને સંબોધિત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ‘ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. વૈશ્વિક ચિપ ડિઝાઇન તથા ઉત્પાદન ક્ષેત્રે ભારત એક મજબૂત શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.’

સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને વેગ આપવાનો હેતુ

આજથી શરૂ થયેલી આ ત્રિદિવસીય (17 થી 19 સપ્ટેમ્બર 2026) વૈશ્વિક પરિષદ અને પ્રદર્શનની મુખ્ય થીમ 'સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડીંગ ધ ઇકોસિસ્ટમ' રખાઈ છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વૈશ્વિક તથા ભારતીય કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ, સંશોધકો, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને એક જ મંચ પર લાવીને સહયોગ, રોકાણ, નવીનતા અને નવી પ્રતિભાઓના વિકાસને વેગ આપવાનો છે.

સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમના અનુભવની રજૂઆત

આ પરિષદમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રની સમગ્ર વેલ્યુ-ચેઈન આવરી લેવાઈ આવી છે, જેમાં કાચા માલ (સેન્ડ) અને સામગ્રીથી લઈને ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન, એડવાન્સ્ડ પેકેજિંગ અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ સુધીની મુસાફરી દર્શાવતો વિશેષ ‘સેન્ડ ટુ સિલિકોન ટુ સિસ્ટમ્સ’ અનુભવ રજૂ કરાયો છે. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવ અને અન્ય નેતાઓએ ચિપ ડિઝાઇન ક્ષેત્રના સ્ટાર્ટ-અપ્સ અને કંપનીઓને પ્રોત્સાહિત કરવા પર વિશેષ ભાર મૂક્યો છે.

52 દેશની 600થી વધુ કંપનીઓ, અગ્રણીઓ સામેલ

આ મહાકુંભમાં વિશ્વના 52 દેશોમાંથી 600થી વધુ કંપનીઓ અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ પરિષદમાં 400થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને 150થી વધુ વક્તા ઉપસ્થિત રહ્યા છે, જ્યારે ત્રણ દિવસ દરમિયાન આશરે 50,000થી વધુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે.
વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રદર્શનમાં જાપાન, સાઉથ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ, સિંગાપોર અને સ્વીડન જેવા દેશોના ખાસ છ 'કન્ટ્રી પેવેલિયન' તૈયાર કરાયા છે. આ સાથે ભારત ક્ષેત્રે રોકાણ અને સહયોગ સુગમ બનાવવા માટે છ કન્ટ્રી રાઉન્ડટેબલ બેઠકો અને ડિસ્પ્લે ઉદ્યોગમાં નવીનતમ પ્રગતિ પર ખાસ સત્રો યોજાશે.

આ પ્રસંગે ભારતભરના 12 રાજ્યોના સ્ટેટ બૂથ, સ્ટાર્ટઅપ પેવેલિયન, ઇનોવેશન શૉ-કેસ, સ્ટુડન્ટ હેકાથોન, વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયન અને મહિલા નેતૃત્વ પર આધારિત વિશેષ મંચ પણ પ્રદર્શિત કરાયા છે, જે ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે ભારતની વધતી ક્ષમતા અને આત્મનિર્ભરતાની પ્રતીતિ કરાવે છે.

દિલ્હી સ્થિત યશોભૂમિ સેન્ટરમાં 'સેમિકોન ઇન્ડિયા 2026' નો શાનદાર પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહાસંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ 3 દિવસીય કાર્યક્રમ 17 થી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ઇવેન્ટમાં 52 દેશોની 600 થી વધુ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે, જ્યારે આશરે 50,000 જેટલા વિઝિટર્સના પહોંચવાની સંભાવના છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતમાં સહયોગ, ઇન્વેસ્ટમેન્ટ અને પ્રતિભાના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જેની થીમ 'સિલિકોનથી સિસ્ટમ સુધી: ઇકો સિસ્ટમનું નિર્માણ' રાખવામાં આવી છે.