India

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત

By GS Team
16 May 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ₹3ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) એટલે કે વિન્ડફોલ ટેક્સ લગાવી દીધો છે. જ્યારે બીજી તરફ, નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ (ATF) પરના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરનામા અનુસાર, આ નવી દરો આજથી એટલે કે 16 મે 2026થી અમલમાં આવી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલની નિકાસ પર ₹3 વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત

Windfall Tax of ₹3 Imposed on Petrol Export : કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ₹3ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) એટલે કે વિન્ડફોલ ટેક્સ લગાવી દીધો છે. જ્યારે બીજી તરફ, નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ (ATF) પરના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરનામા અનુસાર, આ નવી દરો આજથી એટલે કે 16 મે 2026થી અમલમાં આવી ગયા છે.

ડીઝલ અને ATF પર ટેક્સ ઘટ્યો

નવા સુધારા મુજબ, ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ₹23 પ્રતિ લિટરથી ઘટાડીને ₹16.5 કરવામાં આવી છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની ડ્યુટી ₹33થી ઘટાડીને ₹16 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસને શૂન્ય રાખવામાં આવ્યો છે.

સામાન્ય ગ્રાહકો પર શું અસર થશે?

ભારતના સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની સ્થાનિક બજાર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. દેશમાં સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેથી દેશની અંદર છૂટક કિંમતો વધશે નહીં અને સામાન્ય માણસનું બજેટ ખોરવાશે નહીં.

શા માટે લેવાયો આ નિર્ણય?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) સંકટના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલી સૈન્ય કાર્યવાહી બાદ ક્રૂડ ઓઈલ $100 પ્રતિ બેરલને પાર થઈ ગયું છે, જે યુદ્ધ પહેલા $73ની આસપાસ હતું. સરકારનો ઉદ્દેશ્ય દેશમાં ઈંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય કિંમતોનો અયોગ્ય લાભ ઉઠાવતા રોકવાનો છે.