શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન
Sharad Pawar joining hands with Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં એ સમયે મોટી ઉથલપાથલ થઈ, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ભાગલા પડ્યા અને અજિત પવારે બળવો કરીને શરદ પવાર સાથ છેડો ફાડી નાખ્યો. એ પછી, તેઓ ભાજપ અને એકનાથ શિંદેને ટેકો આપતા મહાયુતિ ગઠબંધનમાં જોડાઈ ગયા. પરંતુ હવે ફરી એકવાર એવી ચર્ચા થઈ કે શરદ પવાર તેમના ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવી શકે છે, પરંતુ, શરદ પવારે બધી અટકળોને ફગાવી દીધી છે. શરદ પવારે કહ્યું છે કે, 'તેઓ ક્યારેય ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને સમર્થન નહીં આપે.
આ પણ વાંચો: દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત
3 ઓગસ્ટે સાથે જોવા મળ્યા કાકા- ભત્રીજા
દિગ્ગજ નેતા શરદ પવારની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે થોડા દિવસ પહેલા મુંબઈમાં એક પારિવારિક કાર્યક્રમમાં કાકા અને ભત્રીજા સાથે જોવા મળ્યા હતા. NCP (SP) ના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર 3 ઓગસ્ટે મુંબઈમાં શરદ પવારના પૌત્ર યુગેન્દ્ર પવારના સગાઈ સમારોહમાં સાથે જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ઉત્તરકાશીના ધરાલીમાં નદીએ બદલો લીધો? કુદરતને છેડવાની માનવીય ભૂલનું આકરું પરિણામ
ભાજપ સાથે હાથ મિલાવનાર કોઈપણ પક્ષ સાથે કોઈ ગઠબંધન નહીં...
આ અગાઉ પણ જ્યારે શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવવાની અટકળોને ફગાવી દીધી હતી. આ વર્ષે જૂનમાં, શરદ પવારે NCPના બંને જૂથો સાથે આવવાની અટકળોને ફગાવતા કહ્યું હતું કે, 'અમારો પક્ષ સત્તા માટે ભાજપ સાથે હાથ મિલાવનાર કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં.' NCPના બંને જૂથોના પુનઃમિલનની અટકળો 2023 માં પક્ષના વિભાજનના બે વર્ષ પછી શરૂ થઈ હતી, જ્યારે અજિત પવારે પાર્ટી સાથે નાતો તોડીને રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન સાથે હાથ મિલાવ્યો હતો. અજિત પવારે ઘણા ધારાસભ્યો સાથે શરદ પવારથી અલગ થઈને રાજ્યમાં શાસક મહાયુતિ ગઠબંધનને ટેકો આપ્યો હતો.