Get The App

દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News

દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત 1 - image

Wall Collapse in Delhi: ભારે વરસાદ વચ્ચે દક્ષિણ દિલ્હીના જેતપુર વિસ્તારમાં શનિવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ. એક ઘરની દીવાલ ધસી પડતાં અનેક લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા હતા, પરંતુ હવે તપાસ બાદ જાણ થઈ કે લગભગ 7 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.


3 પુરુષ, 2 મહિલાઓ અને 2 બાળકીઓ મોત

અહેવાલો અનુસાર, દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોમાં 3 પુરુષ, 2 મહિલાઓ અને 2 બાળકીઓ સામેલ છે. માહિતી અનુસાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સફદરજંગ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 3 લોકો મૃત્યુ પામી ગયા હતા. જ્યારે 3 ઈજાગ્રસ્તોને એઈમ્સ ટ્રોમા સેન્ટર લવાયા હતા જ્યાં તે તમામ મૃત્યુ પામ્યા છે.

મૃતકોમાં પુરુષોમાં 30 વર્ષીય શબીબુલ, 30 વર્ષીય રબીબુલ અને 45 વર્ષીય મુટ્ટુ અલીનો સમાવેશ થાય છે. મહિલાઓમાં 25 વર્ષીય રૂબીના અને 25 વર્ષીય ડોલીનું મૃત્યુ થયું છે. બાળકીઓમાં 6 વર્ષીય રૂખસાના અને સાત વર્ષીય હસીનાનું મૃત્યુ થયું છે.


Tags :