For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શાંત ગણાતું અરુણાચલ પ્રદેશ કેમ અશાંત બન્યું છે ?

પીઆરસી અંગેના એક નિર્ણયના પગલે હિંસા ફાટી નિકળી

ટોળાએ રાજયના ઉપ મુખ્યમંત્રીનો બંગલો બાળી નાખ્યો

Updated: Feb 25th, 2019

Article Content Image


ભારતમાં જે સ્થળે પ્રથમ અરુણોદય થાય છે એ પૂર્વોત્તર રાજય અરુણાચલ પ્રદેશ  આમ તો શાંત વિસ્તાર તરીકે જાણીતું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના પીઆરસી અંગેના એક નિર્ણયના પગલે હિંસા ફાટી નિકળી છે. પીઆરસી એ સ્થાનિક નિવાસનું પ્રમાણપત્ર છે. જો કે સરકારે આ બાબતે વિરોધના પગલે આગળ વધવાનું મુલતવી રાખ્યું  હોવા છતાં ગત અઠવાડિયાના અંતમાં શરુ થયેલા વિરોધ પ્રદર્શનોમાં હિંસા ફાટી નિકળી હતી. સેંકડો વાહનોને આગ ચાંપવા ઉપરાંત ઉપ મુખ્યમંત્રી ચાઉના મીનના સરકારી બંગલાને પણ પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી હતી.પોલીસ સાથેની હિંસક ઝડપમાં ૨ લોકોના મોત થયા છે. પાટનગર ઇટાનગરમાં આર્મિ ફલેગ માર્ચ કરી રહી છે. સમગ્ર વિસ્તારમાં ધારા ૧૪૪  લગાવવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવા સદંતર બંધ કરવામાં આવી છે. 


આંદોલન અને હિંસાના કારણે અરુણાચલપ્રદેશમાં પ્રથમ વાર યોજાઇ રહેલો ફિલ્મોત્સવ પણ રદ્ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ અને પ્રતિ આરોપનું રાજકારણ શરુ થઇ ગયું છે. મુખ્યમંત્રી પેમા ખાંડુએ સર્વદલીય બેઠક પણ બોલાવી છે પરંતુ રાજકિય પક્ષોમાં એકતાનો અભાવ હોવાથી કોઇ સ્થાયી ઉપાય શોધવો અઘરો છે. ખાંડુ વિધાનસભા ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની પણ ભલામણ કરી શકે છે આવા સંજોગોમાં વિપક્ષો  અને આંદોલનકારીઓને ખાંડુ સરકાર સરકારનું રાજીનામુ આપે તેવી માંગણી કરી છે. અરુણાચલ સરકારે ૬ અનુસૂચિત જનજાતિઓને કાયમી નિવાસ પ્રમાણ પત્ર આપવાનું નકકી થયું તેનો વિરોધ થઇ રહયો છે.

 

Article Content Image


બીજા રાજયોની જેમ અરુણાચલમાં પણ સ્થાનિક વિરુધ બહારના આ મુદ્વો મહત્વનો રહયો છે. આ  વિવાદ વચ્ચે અરુણાચલ પ્રદેશના નામસાંઇ અને ચાંગલાંગ જિલ્લામાં રહેતી ૬ જનજાતિઓને સ્થાનિક હોવાનું પ્રમાણપત્ર આપવાના નિર્ણયે બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે. આ માટે સરકારના પર્યાવરણ અને વનમંત્રીએ નબામ રેબિયાના અધ્યક્ષપણા હેઠળ એક સમિતિ પણ રચવામાં આવી હતી. આ જનજાતિઓ મૂળ અરુણાચલપ્રદેશની નથી પરંતુ દાયકાઓથી આ જિલ્લાઓમાં રહે છે. દેઉરી,  સોનોવાલ,  કછારી, મોરાન મિશિંગ અને ગોરખા નામની જનજાતિઓને આસામમાં અનૂસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આથી ૬ જનજાતિઓને અરુણાચલપ્રદેશમાં પણ કાયમી નિવાસ અને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા વિધાનસભામાં તેને લગતું બીલ પણ પસાર થવાનું હતું પરંતુ તેના એક દિવસ પહેલા જ ઠેર ઠેર હિંસા ફાટી નિકળી હતી. ઉપ મુખ્યમંત્રીનો બંગલો બાળી નાખ્યો તેના પરથી હિંસાના સ્વરુપનો અંદાજ લગાવી શકાય છે. એક મિનિસ્ટરની માલીકીના મોલને પણ ટોળાએ બાળી નાખ્યો હતો.


મુખ્યમંત્રી પેમા ખાંડૂના નિવાસસ્થાને ઘૂસવા પ્રયાસ કરતા ટોળાને રોકવા માટે પોલીસ ગોળીબારમાં ૨ લોકોના મોત થતા હિંસા વધુ ભડકી હતી. હજારો લોકો પોલીસ ગોળીબારનો ભોદ બનેલા યુવાનોનો મૃતદેહ લઇને સરકાર વિરોધી પ્રદર્શન કરવા રોડ પર આની ગયા હતા. ઇન્ડો ટીબેટ બોર્ડર પોલીસ (આઇટીબીટી)ની મદદ પણ લેવામાં આવી રહી છે. ભાજપ સરકાર કહે છે આ પ્રસ્તાવ તો પહેલેથી જ કોંગ્રેસની સરકારમાં હતો અમે તો માત્ર તેનો અમલ જ કરી રહયા છીએ, ભાજપના કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જુ પણ અરુણાચલપ્રદેશથી આવે છે તેમને પીઆરસીના મુદ્વે કોંગ્રેસ પર રાજકારણ કરવાનો આક્ષેપ લગાવ્યો છે.


Gujarat