For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાત્રિના સમયે શ્વાન શા માટે રડે છે? શું તેને આત્મા દેખાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

રાતના સમયે ઠંડી વધારે લાગતી હોવાથી શ્વાન રોતા હોય છે

ક્યારેક શ્વાનને ઈજા થઈ હોય તો પણ રોતા જોવા મળે છે

Updated: Oct 25th, 2023

રાત્રિના સમયે શ્વાન શા માટે રડે છે? શું તેને આત્મા દેખાય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Image Freepic

તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર 

Dogs cry at night : ઠંડીની સિઝનમા તમે જોયુ હશે કે રાત પડતાની સાથે જ કુતરાઓ રોવા લાગે છે. કેટલાક લોકો માને છે શ્વાન એટલા માટે રોતા હોય છે કારણ કે તેમને આત્માઓ દેખાતી હોય છે. પરંતુ ખરેખર સાચુ શું છે તે જાણીએ.

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો તેનું કારણ અલગ છે

બાળપણમાં જ્યારે રાતના સમયે શ્વાન અને બિલાડીઓના રોવાનો અવાજ સંભળાય ત્યારે ઘરના વડીલો કહેતા કે, શ્વાન કોઈ આત્મા દેખાયો હશે. ખાસ કરીને ગામડાંઓમાં આવી વાતો વધારે થતી હોય છે. જોકે તેની પાછળ વૈજ્ઞાનિક કારણમાં તો સત્યતા કાંઈક અલગ જોવા મળે છે.

રાતના સમયે ઠંડી વધારે લાગતી હોવાથી શ્વાન રોતા હોય છે

એક્સપર્ટના કહેવા પ્રમાણે જ્યારે ઠંડીઓમાં જાનવરોને તેમા ખાસ કરીને શ્વાન રાતના સમયે એટલા માટે રોતા હોય છે, કારણ કે તેમને ઠંડી લાગતી હોય છે. કેટલીકવાર શ્વાન તેમની ભાષામાં બીજા કુતરાઓને કોઈને કોઈ સંદેશ પહોચાડતા હોય છે. 

ક્યારેક શ્વાનને ઈજા થઈ હોય તો પણ રોતા જોવા મળે છે

કેટલાક લોકોનું માનવું છે કે ક્યારેક દિવસે કોઈ કુતરાને ઈજા થઈ હોય અને રાતના સમયે ઠંડી વધવાના કારણે તેને થયેલા ઘામાં દુખાવો વધી જાય છે. એટલા માટે તે રોતા હોય છે. 

ઠંડીની સિઝનમાં રાત્રિ લાંબી હોવાથી ભૂખનું કારણ પણ હોઈ શકે છે

ભૂખના કારણે પણ શ્વાન રોતા હોય તેવી પણ શક્યતા રહેલી છે. હકીકતમાં ઠંડીઓમાં રાત લાંબી હોય છે, તેથી અંધારુ થયા પછી કુતરાઓને ખાવા માટે કાંઈ મળતુ નથી, તેથી રાતના સમયે ભુખના કારણે રોતા હોય છે. 

કોઈ પાળતું શ્વાન તેના માલિક અથવા પરિવારથી અલગ થઈ ગયો હોય તે કારણ હોઈ શકે છે

પરિવારથી જુદા પડી જવાના કારણે પણ શ્વાન રોવાનું કારણ હોઈ શકે છે. હકીકતમાં શ્વાન એક એવું પ્રાણી છે કે, જે પરિવારમાં રહેનારો જીવ છે, જ્યારે તે પોતાનાથી દુર થઈ જાય છે અથવા કોઈ પાળતું શ્વાન તેના માલિક અથવા પરિવારથી અલગ થઈ જાય છે, ત્યારે રાતના સમયે રોવાનું શરુ કરી  દે છે. 

શ્વાનની ઉંમર વધી જવાથી તેનામાં ડર પેદા થઈ જાય છે 

એક્સપર્ટના કહેવા પ્રમાણે એક એવી વાત પણ છે કે, કુતરાની ઉંમર વધવાથી તેનામાં ડર પેદા થઈ જાય છે, એવામાં જ્યારે રાતના સમયમાં જ્યારે તે એકલા હોય છે અને એકલાપન મહેસુસ કરતા હોય છે તો ડરતા હોય છે, તેના કારણે રોતા હોય છે. 


Gujarat