'અલ્લાહ હુ અકબર'નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઇન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો
Pahalgam Terror Attack: પહલગામમાં 22 એપ્રિલમાં થયેલા આતંકી હુમલા દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલની NIA દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પહેલા 23 એપ્રિલના રોજ પૂછપરછ બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ ફરી તેને બોલાવવામાં આવ્યો છે. મુઝમ્મિલના ભાઈએ આ અંગે મીડિયા સમક્ષ માહિતી આપી છે.
આ પણ વાંચો : પાકિસ્તાન સાયબર એટેકમાં હાર્યું! ભારતે સતત ચાર એટેક કર્યા નિષ્ફળ, હેકર્સનો પ્લાન ફેઈલ
જમ્મુ- કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને એક અઠવાડિયું થઈ ગયું છે. આતંકવાદીઓ હજુ પણ સુરક્ષા દળોની પહોંચથી બહાર છે. આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) મંગળવારે ફરી એકવાર ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે.
ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મિલના ભાઈએ શું કહ્યું?
મળતી માહિતી પ્રમાણે મુજમ્મિલના ભાઈ મુખ્તારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'મારો ભાઈ 3-4 વર્ષથી બેસરન ખીણમાં કામ કરી રહ્યો છે. જ્યારે હુમલો થયો ત્યારે તે દોડીને ઘરે આવ્યો હતો, અને ગભરાઈ ગયો હતો. પછી તેણે ચા પીધી હતી. તેને હૃદયની તકલીફ છે, ડરને કારણે તે કંઈ બોલી શક્યો ન હતો.' એ પછી સુરક્ષા અધિકારીઓનો ફોન આવ્યો અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા. અમે પોલીસ સ્ટેશનમાં જમવાનું લઈ ગયા, પણ અમારી તેની સાથે વાત થઈ શકી નહીં. એટલે પાછા આવ્યા. હાલમાં NIA મારા ભાઈની પૂછપરછ કરી રહી છે.'
આ પણ વાંચો : ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી
'અલ્લાહ-હુ-અકબરનો નારો કેમ લગાવવામાં આવ્યો?
NIA અધિકારી મુઝમ્મિલની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું હતું કે 'અલ્લાહ હુ અકબર' કહેવું એ એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે. જેમ હિન્દુઓમાં રામ બોલવામાં આવે છે જે ક્યારેક ગભરાટમાં બોલાય છે અને જ્યારે અચાનક કંઈક આપણી સામે દેખાય છે ત્યારે બોલાય છે. હાલમાં આ હુમલામાં મુઝમ્મિલની કોઈ સીધી સંડોવણી હોય તેવું જોવા મળી રહ્યું નથી. જોકે, ગોળીબાર પછી ઋષિ ભટ્ટને ઝિપમાંથી કેમ છોડ્યો, તે અંગે મુઝમ્મિલ અલગ અલગ નિવેદન આપી રહ્યો છે.