ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી
Pakistanis visa ban: પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતાં 16 પ્રકારના વિઝામાંથી હવે માત્ર 2 વિઝા જ ભારતમાં માન્ય છે. તેમાંથી પણ એક વિઝાને લઈને વિદેશ મંત્રાલય આજે નિર્ણય લઈ શકે છે. મેડિકલ વિઝાની આજે છેલ્લી તારીખ છે. એટલે હવે પછી આ વિઝા પણ માન્ય નહીં રહે. ત્યાર બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની નાગરિકો પર સખત કાર્યવાહી કરશે.
ભારત સરકાર અત્યાર સુધી પાકિસ્તાની નાગરિકોને 16 પ્રકારની વિઝા સેવાઓ આપતી હતી. જેમાં આપેલા વિઝાનો સમાવેશ થતો હતો.
1. શાર્ક વિઝા,
2. વિઝા ઓન અરાઇવલ
3. બિઝનેસ વિઝા,
4. ફિલ્મ વિઝા,
5. પત્રકાર વિઝા,
6. ટ્રાન્ઝીટ વિઝા,
7. મેડિકલ વિઝા,
8. કોન્ફરન્સ વિઝા,
9. માઉન્ટેનરીંગ વિઝા,
10. સ્ટુડન્ટ વિઝા,
11. ડિપ્લોમેટિક (રાજદ્વારી)
12. ઓફિશિયલ વિઝા,
13. લોંગ ટર્મ વિઝા,
14. વિઝિટર વિઝા,
15. ગ્રૂપ ટુરિસ્ટ વિઝા,
16. ધાર્મિક યાત્રા વિઝા અને પાકિસ્તાનના લઘુમતીઓ માટે ગ્રૂપ ધાર્મિક મુલાકાતી વિઝા
આ 2 વિઝા ધારક પાકિસ્તાની નાગરિક ભારતમાં રહી શકે
સરકારની નવી પોલીસી હેઠળ લોંગ ટર્મ વિઝા એટલે લાંબા ગાળાના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકો આગામી આદેશ સુધી ભારતમાં રહી શકે છે. આ સિવાય ડિપ્લોમેટિક અને ઓફિશિયલ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકો ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ગાઇડલાઇન પ્રમાણે ભારતમાં રહી શકે છે. જોકે, આ વિઝા અંગે ભારતીય વિદેશ મંત્રાલય આગળનો નિર્ણય લઈ શકે છે.
મેડિકલ વિઝાની મુદ્દત આજે પૂર્ણ
મેડિકલ વિઝાનો સમય આજે સમાપ્ત થઈ ગયો છે, એટલે હવે પછી મેડિકલ વિઝા ધારકો પણ ભારતમાં રહી શકશે નહીં. તેનો અર્થ એ થયો કે હવે 16 વિઝા ધારકોમાંથી માત્ર 2 પ્રકારના વિઝા ધારક પાકિસ્તાની નાગરિક ભારતમાં રહી શકશે. આજે સમયમર્યાદા પૂરી થયા પછી, ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને પકડીને પાકિસ્તાન મોકલવામાં આવશે.