Get The App

પાકિસ્તાન સાયબર એટેકમાં હાર્યું! ભારતે સતત ચાર એટેક કર્યા નિષ્ફળ, હેકર્સનો પ્લાન ફેઈલ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન સાયબર એટેકમાં હાર્યું! ભારતે સતત ચાર એટેક કર્યા નિષ્ફળ, હેકર્સનો પ્લાન ફેઈલ 1 - image


Pakistan Cyber Attack : પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે. ભારત ગમે તે સમયે હુમલો કરવાની તૈયારીમાં હોવાનો પાકિસ્તાનને ડર છે. ભારત તરફથી સંભવિત યુદ્ધના ડરથી પાકિસ્તાને સેના સાથે આતંકવાદીઓને એલર્ટ કરી દીધા છે. આ સાથે તે હેકર્સોનો ઉપયોગ કરી ભારતમાં સાયબર એટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ચાર સાયબર એટેક કર્યા છે, જેને ભારતે નિષ્ફળ બનાવી દીધા છે.

પાકિસ્તાન તરફથી વેબસાઈટ હેક કરવાનો પ્રયાસ

રિપોર્ટ મુજબ પાકિસ્તાન તરફથી ભારતીય સેના સંબંધીત ઑટોનોમસ વેબસાઈટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને છેલ્લા બે દિવસમાં બે વખત આવી હરકત થઈ છે. જોકે રાહતની વાત એ છે કે, આ વેબસાટો ભારતીય સેનાના નેટવર્ક સાથે જોડાયેલી નથી.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ

ભારતીય સેના સાથે સંકળાયેલા ચાર પોર્ટલને હેક કરવાનો પ્રાયસ

અહેવાલ મુજબ પાકિસ્તાન સ્થિત IOK હેકર સાયબર ગ્રૂપે ભારતીય સેના સાથે સંકળાયેલી કેટલીક જાહેર વેબસાઈટોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે. ગ્રૂપે આર્મી પબ્લિક સ્કૂલ શ્રીનગર, રાનીખેતની વેબસાઈટ, આર્મી વેલફેયર હાઉસિંગ ઑર્ગેનાઈઝેશન અને વાયુસેનાના પ્લેસમેન્ટ પોર્ટલને નિશાન બનાવવાની નાપાક હરકત કરી છે.

ભારતની સાયબર એજન્સીઓએ પાકિસ્તાનો પ્લાન ફેલ કર્યો

જોકે ભારતની સાયબર એજન્સીઓએ પાકિસ્તાનનો સાયબર એટેકનો પ્લાન ફેલ કરી દીધો છે. પાકિસ્તાની હરકતના સંકેત મળતા જ ભારતીય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સરહદ પારથી થઈ રહેલી પ્રવૃત્તિઓને ટ્રેક કરી છે. આ દરમિયાન લોકેશન પાકિસ્તાન હોવાનું સામે આવ્યું છે.

Tags :