આદેશ છતાં કેન્દ્રએ દિલ્હીને બાનમાં કેમ લીધું : સુપ્રીમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે યુવાનોના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં વાહન વ્યવહાર, મેટ્રો, રેલવે બધુ ઠપ ના કરશો. જોકે તેમ છતા દિલ્હી લગભગ ઠપ હોય તેવો માહોલ શનિવારે જોવા મળ્યો હતો. જેને પગલે બાદમાં રવિવારે રજાના દિવસે પણ સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી અને કેન્દ્રને આદેશ આપ્યો હતો કે તે તમામ મેટ્રો સ્ટેશનો ખુલ્લા મુકે, પોલીસ કોઇની પણ ગેરકાયદે અટકાયત ના કરે, ઇન્ટરનેટ સેવાને ફરી શરૂ કરવામાં આવે.
કરોડો મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવા તેમજ વોટ ચોરીના આરોપોના સામનો કરી રહેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારના રાજીનામા અને ધરપકડ કરવા સહિતની માગણીઓ સાથે જેન-ઝી, વિપક્ષ આંદોલન પર ઉતર્યો છે. શનિવાર બાદ રવિવારે પણ મોટી સંખ્યામાં જેન-ઝી રસ્તા પર ઉતર્યા હતા. નેહા બોરાએ ફરી રેલી કાઢી હતી, જોકે બાદમાં ૫૦૦ જેટલા યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. શનિવાર બાદ રવિવારે પણ અસામાજીક તત્વો પ્રદર્શનમાં ઘૂસ્યા હતા અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને લાકડીઓથી માર મારતા જોવા મળ્યા હતા. કેટલાક અસામાજીક તત્વો વિદ્યાર્થીનીઓને પણ મારી રહ્યા હતા. આ મામલે પોલીસે ચારની ધરપકડ કરી હતી.
શનિવારે અટકાયતમાં લેવાયેલા સીજેપીના નેતા અભિજીત દિપકે, આશુતોષ રાંકા, સૌરવ દાસને એક વર્ષ સુધી શાંતિનો ભંગ નહીં કરવાની શરત સાથે બોન્ડ પર છોડવામાં આવ્યા હતા તેમ દિલ્હી પોલીસે જણાવ્યું હતું, જોકે અભિજીત દિપકેએ કહ્યું હતું કે મે કોઇ જ બોન્ડ પર સહી નથી કરી, હું વિરોધ પ્રદર્શન નહીં અટકાવું અને જ્ઞાાનેશ કુમાર સામે આંદોલન કરતો રહીશ. ૨૪ કલાકની અટકાયતમાંથી છૂટયા બાદ સૌરવ દાસ, આશુતોષે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે પ્રદર્શનકારીઓની અટકાયત કરવાના બદલે સરકાર અમારી સાથે વાતચીત કરી શકી હોત. જ્યારે યુટયુબર ધ્રુવ રાઠીએ કહ્યું હતું કે પોલીસ દ્વારા મારુ ઘરેથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. કેટલાક નેતાઓએ મોબાઇલ છીનવી લેવાયાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે અભિજીત દિપકેએ છૂટયા બાદ કહ્યું હતું કે અમને ૧૦૦ વખત જેલમાં નાખશો તો પણ નરેન્દ્ર મોદી, અમિત શાહની તાનાશાહી સામે અવાજ ઉઠાવતા રહીશું, કોઇથી ડરતા નથી.
શનિવારે પત્રકારો, વકીલો, વિદ્યાર્થીઓ સહિત સાત હજારથી પણ વધુની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. જેની સુપ્રીમ કોર્ટ દ્વારા રવિવારે નોંધ લેવામાં આવી હતી. ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની બેંચે કહ્યું હતું કે અમારા આદેશની અવમાનના થઇ હોય તેમ લાગી રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને સુપ્રીમે કહ્યું હતું કે કોઇ પણ પત્રકાર, વકીલ કે અન્ય પ્રોફેશનલ્સને પોતાનું કામ કરતા અટકાવશો નહીં, જે પણ લોકો શાંતિથી એકઠા થઇ રહ્યા હોય તેમની ગેરકાયદે અટકાયત કરવામાં ના આવે, ઇન્ટરનેટ સેવા બંધ કરી હોય તો તેના તાત્કાલીક શરૂ કરવામાં આવે. મેટ્રો ટ્રેનોની અવર જનર રાબેતા મુજબ ચાલુ રહેવી જોઇએ. જ્યારે અવમાનના બદલ થયેલી અરજીને લઇને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. વિરોધ પક્ષના નેતાઓ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે વગેરેનું એક ડેલિગેશન ૧૨મી ઓક્ટોબરના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની સાથે મુલાકાત યોજશે, જે દરમિયાન વિદ્યાર્થીઓ સામે પોલીસની કાર્યવાહી, પ્રતિબંધો, ચૂંટણી પંચ દ્વારા ગેરરિતી વગેરે મુદ્દા પર વાત કરવામાં આવશે.
શિવાજી પાર્કમાં દેખાવકારોની અટકાયત બાદ મોટાપાયે ધમાલ
મુંબઈ : મુખ્ય ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ સાથે સીજેપી દ્વારા દેશભરમાં ગઈકાલથી થઈ રહેલા દેખાવોના ભાગરુપે આજે દાદર પાર્ક ખાતે પણ કેટલાક કાર્યકરો તથા સમર્થકોએ દેખાવો યોજવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી. દરમિયાન ઉદ્ધવ સેનાના આદિત્ય ઠાકરે તથા મનસેના અમિત ઠાકરે તથા તેજસ ઠાકરે સહિતના નેતાઓ આ પ્રદર્શનકારીઓની મદદે શિવાજી પાર્ક પોલીસ મથકે પહોંચતાં ત્યાં ભારે ધમાલ થઈ હતી.
એક્ટિવિસ્ટ અંજલિ દમણિયા સહિતના લોકોને પોલીસે અટકાયતમાં લીધાં હતાં. મોટાભાગના અટકાયતીઓને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાકને નજીકનાં અન્ય પોલીસ સ્ટેશનોમાં ખસેડવામાં આવ્યા હતા.
શિવસેના યુબીટીના નેતા અમિત ઠાકરે તથા મનસેના નેતા અમિત ઠાકરે તથા તેજસ ઠાકરેએ આંદોલનકારીઓને લઈ જતી પોલીસ વાન અટકાવી હતી અને તેઓ પોલીસ વાન પર ચઢી ગયા હતા. આ નેતાઓ શિવાજી પાર્ક પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ કડકાઈથી કામ લેશે તો આંદોલન વધુ ભડકશે તેવી ચેતવણી આપી હતી.
આદિત્યએ કહ્યું હતું કે દિલ્હી જેવી હુકમશાહી મુંબઈમાં નહીં ચાલે. પોલીસ અમારામાંથી કોઈને પણ હાથ લગાડશે તો અમે આખું મુંબઈ બંધ કરાવી દેશું. આ તબક્કે શિવસેના યુબીટી તથા મનસેના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે શિવસેના યુબીટી તથા મનસેના કેટલાક કાર્યકરોની પણ અટકાયત કરી હતી.




