India

ભારતીયો ઈન્ટરનેટ પર 5099, 5499 AED કેમ સર્ચ કરી રહ્યા છે? જાણો શું છે કારણ

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતમાં 5099 અને 5499 નંબર ગૂગલ પર ટ્રેન્ડિંગમાં છે. આ નંબરો Appleના નવા iPhone 18 Pro અને Pro Maxની UAEમાં કિંમતો દર્શાવે છે. લોકો દુબઈમાં આઈફોનની કિંમત જાણીને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી રહ્યા છે, કારણ કે ત્યાં આઈફોન ભારતમાં મળતી કિંમત કરતાં 28,000 રૂપિયા સસ્તો મળે છે. આ જ કારણોસર આ નંબરો સર્ચમાં ટોચ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીયો ઈન્ટરનેટ પર 5099, 5499 AED કેમ સર્ચ કરી રહ્યા છે? જાણો શું છે કારણ

Numbers Trending in Google: ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી બે નંબર ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે. આ નંબર છે 5099 અને 5499. તમને વિચાર આવશે કે, આખરે આ નંબરમાં એવું તો શું છે કે એકદમ જ લોકો સર્ચ કરી રહ્યા છે. ગૂગલ ટ્રેન્ડ્સના છેલ્લા કેટલાક આંકડાઓમાં 5099 AED અને 5499 AED, 5459 AED, 6349 AED જેવા નંબરો દેખાઈ રહ્યા છે. આ સાથે જ લોકો ‘AED to INR’ એટલે કે દિરહામને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવાનું પણ સર્ચ કરી રહ્યા છે. આવો જાણીએ આ નંબર કેમ આટલા સર્ચ થયા છે…

5099 અને 5499 UAEની કરન્સીની કિંમતો છે. પરંતુ સવાલ એ છે કે, ભારતમાં બેઠેલા લોકો અચાનક આ બે કિંમતો કેમ સર્ચ કરી રહ્યા છે. તેનું કારણ છે એપલનો નવો લૉન્ચ થયેલો ફોન. આ નંબર એપલના નવા આઇફોન 18 પ્રો અને 18 પ્રો મેક્સની કિંમત છે. એપલે UAEમાં આઇફોન 18 પ્રોની કિંમત 5099 AED અને આઇફોન 18 પ્રો મેક્સની શરૂઆતની કિંમત 5499 AED રાખી છે. બંને મોડલ 256 જીબીના છે.

માર્કેટમાં જ્યારે નવો આઇફોન લૉન્ચ થાય છે, ત્યારે લોકો દુબઈમાં આઇફોનની કિંમત કેટલી છે, તે સર્ચ કરે છે. પછી ત્યાંનો ભાવ અને ભારતના ભાવની સરખામણી કરીને નક્કી કરે છે કે ત્યાં કેટલો સસ્તો ફોન મળે છે. રિપોર્ટ પ્રમાણે, દુબઈમાં આ વખતે આઇફોનના નવા મોડલની કિંમત ભારત કરતાં 28 હજાર રૂપિયા જેટલી ઓછી છે. લોકો દિરહામને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીને કિંમતમાં કેટલો ફેર છે તે જોઈ રહ્યા છે. તેને કારણે આ નંબર ગૂગલ સર્ચમાં ટ્રેન્ડ થઈ રહ્યા છે.

દુબઈમાં આઇફોનની કિંમત કેટલી છે?

એપલના UAE સ્ટોર પ્રમાણે, આઇફોન 18 પ્રોના 256 જીબીના વેરિયન્ટની કિંમત 5099 AED, 512 GBની 5949 AED, 1TBની 7649 AED અને 2 TBની 10,199 AED છે. તો આઇફોન 18 પ્રો મેક્સના 246 જીબીની કિંમત 5499 AED, 512 GBની 6349 AED, 1TBની 8049 AED અને 2TBની 10,599 AED છે. આ જ કારણ છે કે, ગૂગલ પર 5499, 5099, 5949 અને 6349 જેવા નંબર્સ એકસાથે ટ્રેન્ડમાં છે.