'જો ભારત જ મરી જશે તો પછી કોણ...' કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન
Image: IANS |
Shashi Tharoor: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય શશિ થરૂરે શનિવારે (19 જુલાઈ) કહ્યું કે, રાષ્ટ્ર સર્વોપરી છે અને પાર્ટીઓ દેશને બહેતર બનાવવાનું માધ્યમ છે. કોઈપણ પાર્ટીનો હેતુ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ હોય છે અને પાર્ટીને આ ટાર્ગેટને હાંસલ કરવાના શ્રેષ્ઠ માર્ગ પર અસંમત થવાનો અધિકાર છે. હું દેશના સશસ્ત્ર દળો અને સરકારનું સમર્થન કરવામાં મારૂ વલણ જાળવી રાખીશ. કારણ કે, મારૂ માનવું છે કે, દેશ માટે આ યોગ્ય છે.
પાર્ટીનો અધિકાર
શશિ થરૂરે કહ્યું કે, 'હવે પાર્ટીઓએ આ વિશે અસંમત રહેવાનો અધિકાર છે અને આવું કરવાની સૌથી સારી રીત શું છે? જેમ ઘણાં લોકો જાણે છે કે, ઘણાં લોકો મારા વલણની ટીકા કરતા આવ્યા છે, કારણ કે, મેં હાલમાં જે થયું ત્યારબાદ સશસ્ત્ર દળો અને આપણી સરકારનું સમર્થન કર્યું છે. જ્યારે હું ભારતની વાત કરૂ છું, તો હું તમામ ભારતીયોની વાત કરૂ છું, ન ફક્ત એવા લોકોની જે મારી પાર્ટીને પસંદ કરે છે.'
આ પણ વાંચોઃ છત્તીસગઢમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં બે લોકોના મોત, ગાંડીતૂર બનેલી નદીમાં કૂદી ગયા હતા
શશિ થરૂરે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની પંક્તિને ટાંકતા કહ્યું કે, 'જો ભારત મરી ગયું તો કોણ બચશે?' તેમણે તમામ પાર્ટી નેતાઓ અને અન્ય લોકોને અપીલ કરી કે, જ્યારે દેશ જોખમમાં હોય તો મતભેદને બાજુએ મૂકી દેવા જોઈએ.
આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો
પાર્ટીઓ સાથ સહયોગની જરૂર
પોતાના ભાષણ દરમિયાન, શશિ થરૂરે આગળ કહ્યું કે, 'દુર્ભાગ્યવશ, કોઈપણ લોકતંત્ર રાજકારણની હરિફાઈ પર આધારિત હોય છે. પરિણામે જ્યારે મારા જેવા લોકો કહે છે કે, હું આપણી પાર્ટીનું સન્માન કરૂ છું, અમારા અમુક મૂલ્ય અને વિશ્વાસ છે, જે આપણી પાર્ટીને બનાવી રાખે છે. પરંતુ, રાષ્ટ્રીીય સુરક્ષાના હિતમાં આપણે અન્ય પાર્ટી સાથે સહયોગ કરવાની જરૂર છે. તો ક્યારેક-ક્યારે પાર્ટીઓને લાગે છે કે, તેમના પ્રત્યે વિશ્વાસઘાત થયો છે અને આ મોટી મુશ્કેલી બની જાય.'