છત્તીસગઢમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં બે લોકોના મોત, ગાંડીતૂર બનેલી નદીમાં કૂદી ગયા હતા
Chhattisgarh Two Died Due to Drowning in River: છત્તીસગઢના સુકમામાં અંધવિશ્વાસે બે લોકોના જીવ લઈ લીધા છે. હકીકતમાં યુવતી ઘણાં દિવસોથી બીમાર હતી અને શનિવારે (19 જુલાઈ) ઝાડ-ફૂંક કરાવવા માટે સુકમા આવી હતી હતી. પૂજા કરાવ્યા બાદ શબરી નદીમાં ડૂબકી લગાવવા માટે ગઈ. પરંતુ ત્યાં અચાનક તેનું સંતુલન ખોરવાયું અને તે નદીના તેજ પ્રવાહમાં વહી ગઈ. પૂજારી દ્વારા યુવતીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તે પણ નદીમાં ડૂબી ગયા.
આ પણ વાંચોઃ મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ
ડૂબકી લગાવા જતા ડૂબી યુવતી
મળતી માહિતી મુજબ, નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે અને બીજો જે શખસ ડૂબ્યો તેની તપાસ થઈ રહી છે. મૃતક યુવતીની ઉંમર 17 વર્ષ હતી અને તે છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતી. અન્ય પાડોશી રાજ્યોમાં સારવાર કરાવ્યા બાદ પણ કોઈ ફરક ન પડતા તે ઝાડૂ-ફૂંક કરાવવા માટે સુકમા સ્થિત સુંદર નગરમાં આવી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
સ્થાનિકો દ્વારા આ વિશે પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસને જાણ થતાં જ તુરંત જ રેસ્ક્યુ ટીમને મોકલીને મૃતદેહ શોધવાનું કામ શરૂ કરાયું છે. પોલીસે પ્રાથમિક માહિતી અને આસપાસના લોકોના નિવેદન નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.