Get The App

ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો 1 - image


Operation Sindoor: ભારત સરકારે મે મહિનામાં પાકિસ્તાનમાં કિરાના હિલ્સ પર હુમલો કરવાનો ઇનકાર કર્યાના બે મહિના પછી જૂન 2025 ના ગૂગલ અર્થની લેટેસ્ટ સેટેલાઇટ ફોટા દર્શાવે છે કે ભારતે ખરેખર આ વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સ્થાનને નિશાન બનાવ્યું હતું.



નિષ્ણાતે કર્યો દાવો 

પ્રખ્યાત સેટેલાઇટ છબિ વિશ્લેષક અને ભૂ-ગુપ્તચર સંશોધક ડેમિયન સિમોન દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમણે X પર લખ્યું હતું કે, "ગુગલ અર્થની જૂન 2025 ની તસવીરો કિરાના હિલ્સ પર ભારતીય હુમલાની અસર સ્પષ્ટપણે દર્શાવે છે. આ સાથે સરગોધા એરબેઝનો સમારકામ કરાયેલ રનવે પણ સ્પષ્ટ દેખાય છે."

1980માં આ જગ્યાએ થયા હતા પરીક્ષણ 

પાકિસ્તાનના સરગોધા જિલ્લામાં સ્થિત કિરાના હિલ્સને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમનો ગઢ માનવામાં આવે છે. તેમાં ભૂગર્ભ સંગ્રહ સુવિધાઓ, ટનલ અને રડાર સ્ટેશન હોવાનું કહેવાય છે. 1980ના દાયકામાં અહીં પરમાણુ પરીક્ષણો પણ કરવામાં આવ્યા હતા. સરગોધા એરબેઝની નજીક હોવાને કારણે તેનું મહત્વ વધુ વધી જાય છે.

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને હચમચાવી નાખ્યું હતું 

આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં પ્રવાસીઓની ક્રૂર હત્યાના જવાબમાં ઓપરેશન સિંદૂરના ભાગ રૂપે ભારતે 9-10 મેની રાત્રે 15 બ્રહ્મોસ મિસાઇલો અને અન્ય ઘાતક શસ્ત્રો ઝીંક્યા હતા. તેમાં પાકિસ્તાનના 13 મુખ્ય એરબેઝમાંથી 11 ને નુકસાન થયું હતું.

Tags :