દારૂબંધીના 5 નુકસાન ગણાવતા સુપ્રીમકોર્ટે પુછ્યો સવાલ, શું પ્રાપ્ત થયું આ નિર્ણયથી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Alcohol Prohibition : દારૂબંધીની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉઠાવતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ પ્રતિબંધ અંગેની પાંચ મોટી ખામીઓ અને નુકસાન તરફ સ્પષ્ટ ઈશારો કર્યો હતો. કોર્ટે આ દરમિયાન ગત્ત થોડા વર્ષોમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઝેરી દારૂના (લઠ્ઠાકાંડ) કારણે થયેલી દુર્ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સરકારને એક્સાઇઝ ડ્યુટીનું નુકસાન
દારૂના વેચાણ પર પ્રતિબંધ લાગવાથી સરકારને આબકારી શુલ્ક (એક્સાઇઝ ડ્યુટી) તરીકે મળતા વિશાળ મહેસૂલનું ભારે નુકસાન થાય છે, અને તેની સાથે જ રાજ્યભરમાં કાયદો કડકાઈથી લાગુ કરવા તથા તસ્કરી પ્રતિબંધવા પાછળ સરકારી તિજોરી પર મોટું નાણાકીય ભારણ પડે છે. દારૂબંધીની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હોવાથી પોલીસ અને વહીવટી તંત્રમાં લાંચ તથા ભ્રષ્ટાચાર ઝડપથી ફેલાય છે. કાયદેસર દારૂ ઉપલબ્ધ ન થવાના કારણે અપરાધીઓ અને માફિયાઓ સક્રિય થઈ જાય છે. જેનાથી નકલી અને ઝેરી દારૂની કાળા બજારી ફૂલેફાલે છે. આ ઉપરાંત દારૂની અપ્રાપ્યતાને કારણે લોકો નશાના અન્ય જોખમી વિકલ્પો તરફ વળવા મજબૂર બને છે. જેથી સમાજમાં ડ્રગ્સના ઉપયોગની ગંભીર સમસ્યાઓ પણ વધવા લાગે છે.
જસ્ટિસે કરી આકરી ટિપ્પણી
આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની પીઠે મહારાષ્ટ્ર પોઈઝન રૂલ્સના નિયમ 18A અને 18B ને રદ કરતા આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. અગાઉ આ નિયમો હેઠળ મિથેનોલની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બિન-દવા ઉત્પાદકોને તે વેચતા પહેલા તેમાં કડવાશ લાવનાર પદાર્થ તથા રંગ મિલાવવો અનિવાર્ય કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે વર્ષ 1991 માં મુંબઈમાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂ પીવાના કારણે 93 લોકોના મોત નિપજ્યા હતા, ત્યારબાદ આ નિયમો બનાવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે દારૂબંધી સાથે જોડાયેલા પાંચ મોટા નુકસાન ગણાવ્યા
- એક્સાઇઝની ક્ષતિ: દારૂના વેચાણ પર રોક લાગવાથી સરકારને મળતા આબકારી શુલ્ક તરીકેના ખૂબ મોટા મહેસૂલ નુકસાન થાય છે.
- અમલીકરણનો ભારે ખર્ચ: રાજ્યભરમાં કાયદો કડકાઈથી લાગુ કરવા, દેખરેખ રાખવા અને દારૂની તસ્કરી રોકવા પાછળ સરકારી તિજોરી પર ખૂબ મોટું નાણાકીય ભારણ પડે છે.
- પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર: દારૂબંધીની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હોવાથી પોલીસ અને વહીવટી તંત્રમાં લાંચ અને ભ્રષ્ટાચાર ઝડપથી ફેલાય છે.
- ગેરકાયદેસર અને નકલી દારૂનો ધંધો: કાયદેસર દારૂ ન મળવાના કારણે અપરાધીઓ અને માફિયાઓ સક્રિય થઈ જાય છે, જેના પરિણામે નકલી, ઝેરી અને ગેરકાયદેસર દારૂ બનાવવાનું તથા વેચવાનું કૌભાંડ ફૂલેફાલે છે.
- નશીલા પદાર્થોનું વધતું ચલણ: દારૂની અપ્રાપ્યતાના કારણે લોકો નશાના અન્ય ખતરનાક વિકલ્પો તરફ વળી જાય છે, જેનાથી સમાજમાં ડ્રગ્સના ઉપયોગ અને તેનાથી જોડાયેલી ગંભીર સમસ્યાઓ ઝડપથી વધવા લાગે છે.




