India

અભિજિત દીપકે અને નેહા બોરા ક્યાં છે? સાંસદથી લઈને પૂર્વ CM સુધીના નેતાઓએ પૂછ્યા સવાલ, CJP-AISA દ્વારા મુક્તિની માંગ

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 'લહેરા દો તિરંગા' પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા CJPના અભિજિત દીપકે અને AISAના નેહા બોરાની પોલીસે અટકાયત કરી. કનોટ પ્લેસ અને મંડી હાઉસથી અટકાયત બાદ તેમના સંગઠનોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સંગઠનોનો આક્ષેપ છે કે બંનેને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે અને વકીલોને પણ મળવા દેવાતા નથી. CPI(M) સાંસદ બ્રિટાસ અને તામિલનાડુના પૂર્વ CM સ્ટોલીને પણ આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી મુક્તિની માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિજિત દીપકે અને નેહા બોરા ક્યાં છે? સાંસદથી લઈને પૂર્વ CM સુધીના નેતાઓએ પૂછ્યા સવાલ, CJP-AISA દ્વારા મુક્તિની માંગ

Delhi Tiranga March : દિલ્હીમાં યોજાનારા 'લહેરા દો તિરંગા' પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા અભિજિત દીપકે અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના પ્રમુખ નેહા બોરાની દિલ્હી પોલીસે શુક્રવારે અટકાયત કરી લીધી છે. અભિજિત દીપકે કનોટ પ્લેસ અને નેહા બોરા મંડી હાઉસ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે આ પગલું ભર્યું હતું.

બંને નેતાઓ ક્યાં છે? સંગઠનોએ ઉઠાવ્યા ગંભીર સવાલો

અટકાયત બાદ CJP અને AISA દ્વારા તેમના નેતાઓના લોકેશનને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સંગઠનોનો આક્ષેપ છે કે, અટકાયતમાં લીધા બાદ તેમને તેમના વકીલો કે સાથીદારો સાથે મળવા દેવામાં આવી રહ્યા નથી. CJPનું કહેવું છે કે પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે.

AISAનો દાવો: નેહા બોરાને એકલા અજ્ઞાત સ્થળે રખાયા

બીજી તરફ, AISAએ આરોપ લગાવ્યો છે કે તેમની પ્રમુખ નેહા બોરાને પહેલા મંગોલપુરી સ્થિત એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સમાં એકલા રાખવામાં આવ્યા હતા અને બાદમાં કોઈ અજ્ઞાત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. રાત્રે 8 વાગ્યા સુધી પણ નેહા બોરા સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. સંગઠને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે પોલીસ વકીલોને પણ મળવા દેતી નથી.

સાંસદ જોન બ્રિટાસે દિલ્હી પોલીસ સામે સવાલો કર્યા

CPI(M)ના સાંસદ જોન બ્રિટાસે આ મામલે દિલ્હી પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે AISAના અંજલિએ તેમને ફોન કરીને માહિતી આપી હતી કે નેહા બોરાને મંડી હાઉસ ખાતેથી પોલીસે અટકાયતમાં લીધી છે. નેહાનો ફોન પણ તેમની પાસે નથી અને હાલ તેઓ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી.

અટકાયતમાં રાખી માહિતી ન આપવી તે ગેરકાયદેસર : સ્ટાલીન

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટોલીને પણ અભિજિત દીપકે અને નેહા બોરાની અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બંને નેતાઓને અટકાયતમાં રાખ્યા બાદ તેઓ ક્યાં છે તેની માહિતી ન આપવી તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અમાનવીય છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે બંને નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને શાંતિપૂર્ણ પ્રદર્શનોને દબાવવાનું બંધ કરવામાં આવે.