દિવાળી પહેલા મોટો નિર્ણય, કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું બોનસ મંજૂર કર્યું, જુઓ કોને-કોને મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Central Government Employee Bonus: કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે તેના પાત્ર સરકારી કર્મચારીઓ માટે 30 દિવસના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ (એડ-હોક) બોનસની જાહેરાત કરી છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગ (Department of Expenditure) દ્વારા 15 ઓક્ટોબર, 2026ના રોજ આ અંગેનો ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ કર્મચારીઓને મહત્તમ 6908 રૂપિયા સુધીનું બોનસ મળશે. આ લાભ ગ્રુપ 'સી' અને બિન-ગેઝેટેડ ગ્રુપ 'બી'ના કર્મચારીઓને મળશે, જેઓ પ્રોડક્ટિવિટી-લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવરી લેવાયેલા નથી. આ સિવાય સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) અને સશસ્ત્ર દળોના પાત્ર જવાનો તેમજ કેન્દ્ર સરકારનું પગાર માળખું ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓને પણ આ લાભ આપવામાં આવશે.
બોનસ મેળવવાની પાત્રતા અને શરતો
આ એડ-હોક બોનસ મેળવવા માટે કર્મચારીએ વર્ષ 2025-26 દરમિયાન ઓછામાં ઓછી 6 મહિનાની સતત સેવા પૂર્ણ કરેલી હોવી જરૂરી છે અને તેઓ 31 માર્ચ, 2026ના રોજ સેવામાં હોવા જોઈએ. જેમણે 6 મહિનાથી 1 વર્ષ વચ્ચે સેવા આપી છે, તેમને સેવાની અવધિ મુજબ પ્રો-રાટા (પ્રમાણસર) આધારે બોનસ ચૂકવાશે. આ ઉપરાંત, વિશેષ કિસ્સા તરીકે, 31 માર્ચ, 2026 પહેલાં નિવૃત્ત થયેલા, મેડિકલ આધારે નિવૃત્તિ લીધેલા અથવા અવસાન પામેલા કર્મચારીઓ જો વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 6 મહિનાની નિયમિત સેવા ધરાવતા હશે તો તેઓ પણ આ બોનસ માટે પાત્ર રહેશે. રાજ્ય સરકારો અથવા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU)માં ડેપ્યુટેશન પર ગયેલા કર્મચારીઓને આ બોનસ જે-તે સંસ્થાના નિયમો મુજબ મળશે.
બોનસની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?
બોનસની ગણતરી માટે માસિક વેતન મર્યાદા 7,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે કર્મચારીઓનું સરેરાશ માસિક વેતન 7,000 રૂપિયા કે તેથી વધુ છે, તેમના માટે બોનસની ગણતરી નીચે મુજબ થશે:
માસિક કેલ્ક્યુલેશન સીલિંગ: 7,000 રૂપિયા
ગણતરીની ફોર્મ્યુલા: 7,000 × 30 ÷ 30.4
મળવાપાત્ર બોનસ: 6,908 રૂપિયા (રાઉન્ડ ઓફ કરીને)
જો કોઈ કર્મચારીનું સરેરાશ માસિક વેતન 7,000 રૂપિયાથી ઓછું હશે, તો તેની વાસ્તવિક રકમના આધારે ગણતરી કરવામાં આવશે.
કેઝ્યુઅલ લેબરર્સ (દૈનિક વેતનભોગીઓ) માટેના નિયમો
કેન્દ્ર સરકારે કેઝ્યુઅલ લેબરર્સ માટે પણ બોનસની જોગવાઈ કરી છે. 6-દિવસીય અઠવાડિયું ધરાવતી ઓફિસોમાં કામ કરતા શ્રમિકોએ છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે ઓછામાં ઓછા 240 દિવસ અને 5-દિવસીય અઠવાડિયું ધરાવતી ઓફિસોમાં દર વર્ષે ઓછામાં ઓછા 206 દિવસ કામ કરેલું હોવું જોઈએ. કેઝ્યુઅલ લેબરર્સ માટે માસિક વેતન મર્યાદા 1,200 રૂપિયા રાખવામાં આવી છે, જેના આધારે 30 દિવસનું બોનસ 1,184 રૂપિયા (1,200 × 30 ÷ 30.4) થશે. જો તેમનું વાસ્તવિક વેતન આનાથી ઓછું હશે તો તે મુજબ ચૂકવણી કરાશે.
બજેટ અને ચૂકવણીની વિગત
આ બોનસ માટેનો તમામ ખર્ચ સંબંધિત મંત્રાલયો અને વિભાગોના નાણાકીય વર્ષ 2026-27ના મંજૂર થયેલા બજેટમાંથી કરવામાં આવશે અને તમામ ચુકવણી નજીકના રૂપિયામાં રાઉન્ડ ઓફ કરીને કરવામાં આવશે.




