India
ભારત સહિત આઠ દેશોમાં વોટ્સએપ ડાઉન થયાના રિપોર્ટ
By GS Team
11 Aug 20262 mins read
સોમવારે સવારથી ભારત સહિત બ્રિટન, ફ્રાન્સ, બ્રાઝીલ, કેનેડા, મેક્સિકો, સ્પેન, કોલંબિયા જેવા દેશોમાં વોટ્સએપ ડાઉન થતાં યુઝર્સ પરેશાન થયા હતા. ફોટો, વીડિયો, સ્ટિકર્સ અને મીડિયા ફાઈલો મોકલવામાં ભારે મુશ્કેલી પડી હતી. ટેક્સ્ટ મેસેજ સામાન્ય રીતે મોકલી શકાતા હતા. આ ટેકનિકલ ખામી અંગે વોટ્સએપ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Summarized by AI; it may make mistakes. Check important info

- સોશિયલ મીડિયા પર લોકોએ રોષ ઠાલવ્યો
- ભારત, બ્રિટન, ફ્રાન્સ, બ્રાઝીલ, કેનેડા, મેક્સિકો, સ્પેન, કોલંબિયામાં ખાસ અસર
નવી દિલ્હી : સોમવારે સવારથી અનેક વોટ્સએપ યુઝર્સને એપ્લિકેશન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. યુઝર્સને ફોટો, વીડિયો, સ્ટિકર્સ, તેમજ અન્ય મીડિયા ફાઇલ મોકલવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત સહિત કેટલાક દેશોમાં વોટ્સએપ થોડા સમય માટે ડાઉન થઇ ગયું હતું.
રિપોર્ટ મુજબ ભારત ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, બ્રાઝીલ, કેનેડા, મેક્સિકો, સ્પેન, કોલંબિયા વગેરે દેશોમાં નાગરિકોએ વોટ્સએપ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, સાથે જ આ દેશોના લોકોએ સોશિયલ મીડિયા પર તમામ ખામીની માહિતી, તસવીરો, વીડિયો જાહેર કર્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. યુઝર્સનો દાવો છે કે તસવીરો, વીડિયો કે કોઇ પણ ફાઇલ અન્યોને મોકલવામાં તકલીફ પડી રહી હતી, કેટલીક ફાઇલ સેન્ડ થાય તો સામેવાળા સુધી પહોંચી નહોતી રહી. કેટલાકને ફાઇલ સેન્ડ તો થતી હતી પણ બહુ જ સમય લઇ લેતી હતી. જોકે ટેક્સ્ટ મેસેજ મોકલવામાં કોઇ જ મુશ્કેલી નહોતી થઇ. જોકે આમ થવા પાછળનું કારણ શું છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી. કુલ કેટલાક યુઝર્સને વોટ્સએપમાં ખામી અસર થઇ તેને લઇને કોઇ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો. કેટલાકે ઇન્ટરનેટ ડિવાઇસ જેમ કે વાઇફાઇ વગેરેને શરૂ બંધ કરી જોયું, મોબાઇલ પણ સ્વિચ ઓફ કર્યો છતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.