Air India Plane Crash: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાઇલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. દેશભરમાં પ્લેનમાં સવાર લોકોની સુરક્ષાને લઈને પ્રાર્થના કરવામાં આવી રહી છે. પ્લેન ટેક ઑફ થયાથી ક્રેશ થયાની 8 મિનિટમાં શું થયું અને કયા કારણે પાઇલટને એક મિનિટનો પણ સમય ન મળ્યો એના વિશે જાણીએ.
8 મિનિટમાં શું થયું?
એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન 11 વર્ષ જૂન છે. ગુરુવાર(12 જૂન)ની બપોરે 1:30 ટેક ઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઇટ આધારે જોવા મળે છે કે 1:38 વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેક ઑફ થઈ ચૂક્યું હતું. ટેક ઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતું. જેમાં પ્લેનની ઉડાન બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. આ દરમિયાન પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાઇલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટનો પણ સમય નહોતો.
નિષ્ણાતો કહે છે કે, આ વિમાન લગભગ 625 ફૂટ ઉપર હતું, જો તે 35000 ફૂટની ઊંચાઈએ હોત તો ક્રૂ મેમ્બર્સને પરિસ્થિતિને સંભાળવા માટે વધુ સમય મળ્યો હોત અને ઘણા લોકોને બચાવી શકાયા હોત. વિમાનમાં લગભગ 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ અકસ્માતમાં પાઇલટને ફક્ત એક મિનિટનો સમય મળ્યો હતો.
એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહે કહ્યું કે, 'મને લાગે છે કે, લોડ ફેક્ટરમાં મિસ-કેલ્ક્યુશન થયું હશે. આ સિવાય લેન્ડિંગ ગેર વ્યવસ્થિત બંધ થયો નહીં હોય. કારણકે પ્લેનનું એક પૈડું બિલ્ડિંગમાં ફસાયેલું જોવા મળે છે. જેથી સમજી શકાય છે કે, આ અકસ્માત પ્લેનમાં સંતુલનની સમસ્યાને કારણે સર્જાયો હશે. જો કે, આ મામલે સંપૂર્ણ તપાસ પછી જ કંઈક કહી શકાય.'


