કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન
Operation Sindoor: પાકિસ્તાની આતંકવાદીઓ પર કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને હિંમતભેર જવાબ આપ્યો. વાયુસેનાના DGMO એર માર્શલ એકે ભારતીએ સોમવારે કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાના હુમલા પછી ભારતીય સેનાએ કરાચી નજીક માલીર કેન્ટ સહિત અનેક સ્થળોને આયોજનપૂર્વક નિશાન બનાવ્યા હતા. વાયુસેનાએ આ છાવણીની એર ડિફેન્સ સિસ્ટમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાન સાથે આતંકવાદ અને PoK પર જ વાત થશે: PM મોદી
મીડિયાને સંબોધતા એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનની પ્રતિક્રિયા પછી અમે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા હતા. જેમાં કરાચીથી થોડે દૂર સ્થિત મલીર કેંટનો પણ સમાવેશ થતો હતો. આ છાવણી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનું મુખ્ય કેન્દ્ર છે.
'પાકિસ્તાની ડ્રોન અને રોકેટ સફળતાપૂર્વક રોકવામાં આવ્યા'
ભારતીએ જણાવ્યું હતું કે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમએ 7 મેના રોજ પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન અને રોકેટને સફળતાપૂર્વક રોકવામાં આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા ડ્રોનનું લક્ષ્ય માત્ર ભારતીય સેના જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો પણ હતા. ભારતીય વાયુસેનાએ તેનો જવાબ આપતાં પાકિસ્તાનમાં મલિર કેંટ પર મોટો હુમલો કર્યો.
'જમીન પર નાગરિક કે લશ્કરી વિસ્તારોને કોઈ નુકસાન ન થાય'
એર માર્શલે કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં આતંકવાદીઓ પર અમારા તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી અમને ખબર હતી કે પાકિસ્તાન તેનો બદલો લેશે. જેથી આ સ્થિતિમાં આપણી એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે તૈયાર હતી. અમારી હવાઈ તૈયારીનો એક ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે, જમીન પર નાગરિક કે લશ્કરી વિસ્તારોને કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવાનો હતો.
આ પણ વાંચો : PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી
'અમે આ પાકિસ્તાની એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું'
એર માર્શલે કહ્યું કે, 'સરગોધા, રહીમ યાર ખાન, ચકલાલામાં નૂર ખાન, ભોલારી અને જેકોબાબાદમાં એરબેઝ અમારા મુખ્ય લક્ષ્યોમાંનું એક હતું. અમે આ પાકિસ્તાની એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અમારા હુમલામાં આ એરબેઝના સંદેશાવ્યવહાર કેન્દ્રો, રડાર સાઇટ્સ, જેટ હેંગર્સ અને ઘણા એરબેઝનો નાશ થયો હતો. આ ઉપરાંત પાકિસ્તાનના પસરુર, ચુનિયાન અને આરીફવાલા પણ અમારા હુમલાથી પ્રભાવિત થયા હતા.'