Get The App

PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી 1 - image


PM Modi to Address Nation : ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ અને ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને રાત્રે 8.00 કલાકે સંબોધન કરવાના છે. એવી ચર્ચા છે કે, વડાપ્રધાન આ વખતે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદ અને સેનાની સફળતા અંગે ચર્ચા કરી શકે છે. અગાઉ તેમણે છેલ્લે 25 ડિસેમ્બર-2021ના રોજ સંબોધન કર્યું હતું. તેમણે રાત્રે 8.00 કલાકે પ્રથમ વખત 8 નવેમ્બર-2016માં સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દેશના હિતમાં અને દેશભરને ચોંકાવનારો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત તેમણે રાત્રે 8.00 કલાકે જે સંબોધન કર્યા છે, જેમાં ત્રણ કૃષિ કાયદાઓ, કોવિડ વેક્સીન, આત્મનિર્ભર ભારત, લોકડાઉન, જનતા કર્ફ્યૂ, અયોધ્યા, કલમ-370, એ-સેટ મિસાઇલ, નોટબંધી સહિતના રાષ્ટ્ર સંબંધીત મુદ્દાઓ સામેલ છે. તો આજે આપણે જાઈશું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8 વાગ્યાના સંબંધોનમાં કયા કયા મુદ્દાઓ પર વાત કરી?

PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન

  • 25-12-2021 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસમસની રાત્રે અચાકન સંબોધન કર્યું હતું, જેમાં તેમણે 15-16 વર્ષના બાળકો માટે વેક્સીનેશનની જાહેરાત કરી હતી તેમજ આરોગ્ય કર્મચારીઓને પ્રિકોશન ડોઝ આપવાનું પણ એલાન કર્યું હતું.
  • 19-12-2021 : ત્રણ કાયદો પરત લેવાની જાહેરાત કરી
  • 22-10-2021 : ભારતમાં એક અબજ કોવિડ રસીનો આંકડો પાર થયા બાદ દેશને સંબોધન કર્યું
  • 07-06-2021 : 18 વર્ષથી ઉપરના તમામ લોકોને મફત વેક્સીન આપવાની અને ગરીબ કલ્યાણ નીતિના કેન્દ્રીયકરણની જાહેરાત કરી.
  • 20-10-2020 : કોવિડ-19 અંગે સાવધાની રાખવા અપીલ કરી
  • 30-06-2020 : ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી.
  • 12-05-2020 : આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત
  • 14-04-2020 : દેશમાં કોરોનાના કેસો વધતાં લોકડાઉન ત્રણ મે સુધી વધારવાની વાત કહી
  • 03-04-2020 : વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધન કરી દેશવાસીઓને અપીલ કરીને રવિવારે રાત્રે સાંજે 9 વાગ્યે તેમના ઘરની બાલકનીમાં કે છત પર જઈને મીણબત્તી કે દીવો પ્રગટાવવા આહ્વાન કર્યું હતું.
  • 24-04-2020 : દેશમાં કોરોનાના કેસો વધતા લોકડાઉનની મોટી જાહેરાત કરવામાં આવી
  • 19-03-2020 : વડાપ્રધાન દેશને સંબોધન કરી રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ પાળવાની અને આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય તમામ લોકો ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી.
  • 09-11-2019 : અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
  • 08-08-2019 : પીએમ મોદીએ દેશને સંબોધન કરી કલમ-370 હટાવવાને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે સપનું સરદાર પટેલ, બાબ સાહેબ આંબેડકર, ડૉ શયામ પ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપેયી અને કરોડો ભારતીયોનું હતું તે હવે પૂર્ણ થયું છે.
  • 27-03-2019 : તેમણે ભારતની ‘એન્ટી સેટેલાઇટ એ સેટ મિસાઇલ’ સફળતા પર સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેટલાક સમય પહેલાં ભારતે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્પેસ પાવરના રૂપે ભારતે પોતાનું નામ નોંધાવ્યું છે. અત્યાર સુધીદુનિયાના ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ભારત ચોથો દેશ છે. જેણે આજે આ સિદ્ધિ મેળવી છે.
  • 31-12-2016 : વડાપ્રધાન મોદીએ ગરીબો અને ખેડૂતો માટેની યોજનાઓની જાહેરાત કરી હતી.
  • 08-11-2016 : પીએમ મોદીએ દેશના હિતમાં અને દેશવાસીઓને ચોંકવનારો નિર્ણય લઈ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનનું ફાઈટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર

આ પણ વાંચો : પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલાથી ભારતીય સેનાનો ઈનકાર, એર માર્શલે કહ્યું- માહિતી આપવા બદલ આભાર

Tags :