VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- 'આ કુદરતી પ્રકોપ નહીં'
Premananda Maharaj: ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે, યમુના નદી ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. યમુનાનું પાણી શહેરમાં પ્રવેશી ચૂક્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો, ઘરોથી લઈને મંદિરો સુધી બધું જ જળમગ્ન થઈ ગયું છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. મથુરા વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ તેમના શિષ્યો સાથે યમુનાના વિરાટ સ્વરૂપના દર્શન કરવા પહોંચ્યા હતા. સંત પ્રેમાનંદ મહારાજ સ્ટીમર દ્વારા યમુનાના પૂરમાં ડૂબેલા ઘણા વિસ્તારોમાં ગયા હતા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ. તેઓ થોડો સમય સુધી શાંત મને યમુનાના આ સ્વરૂપને જોતા રહ્યા.
આ પણ વાંચો: આ વર્ષે હાથી પર સવાર થઈને મા દુર્ગા પધારશે, શુભ કે અશુભ? જાણો જ્યોતિષીએ શું કહ્યું
બાંકે બિહારી મંદિર જતાં વીઆઇપી રોડ પર ચારથી પાંચ ફૂટ પાણી
યમુના નદીના વધતા જળસ્તરને કારણે હજારો લોકો સ્થળાંતર કરવું પડ્યું છે. બાંકે બિહારી મંદિર તરફ જતાં વીઆઇપી રોડ પર ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે. જેથી સ્થાનિક લોકો સાથે વૃંદાવન આવતાં શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
પ્રકોપ નહીં, પ્રકૃતિનો ભાગ માનો: પ્રેમાનંદ મહારાજ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, સંત પ્રેમાનંદ મહારાજે યમુનાના રૌદ્ર સ્વરૂપને જોયા બાદ કહ્યું કે, આ બધી ભગવાનની લીલા છે. તેમણે લોકોને અપીલ કરી કે આ આપત્તિને ઈશ્વરીય પ્રકોપ ન માનો, પરંતુ તેને પ્રકૃતિનો એક ભાગ સમજો. પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિએ ધીરજ અને હિંમતથી કામ લેવું જોઈએ.
આ પણ વાંચો: ચેતજો! મંગળના રાશિ પરિવર્તનના કારણે આ 4 રાશિના જાતકો પર સંકટના વાદળ, જાણો બચવાના ઉપાય
આપત્તિ પીડિતો સુધી મદદ પહોંચાડો: પ્રેમાનંદ મહારાજ
દેશમાં આવેલી કુદરતી આપત્તિ અને વૃંદાવનમાં આવેલા પૂર અંગે પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, 'આજે વૃંદાવનમાં હજારો લોકો ભૂખ્યા છે, નથી પાણીની સુવિધા કે નથી વીજળી. આ આપત્તિની સ્થિતિમાં આપણે દરેકે સાથે મળીને ફૂડ પેકેટ તૈયાર કરીને પીડિતોને આપવો જોઈએ. તેમજ તમારી ક્ષમતા પ્રમાણે પૂર પીડિતોને ભોજન અને અન્ય જરૂરી મદદ પહોંચાડવી જોઈએ.