આ વર્ષે હાથી પર સવાર થઈને મા દુર્ગા પધારશે, શુભ કે અશુભ? જાણો જ્યોતિષીએ શું કહ્યું
Image AI |
Navratri 2025: સનાતન ધર્મમાં નવરાત્રિના પવિત્ર પર્વનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ સમય દરમિયાન લોકો મા ભગવતી એટલે કે મા દુર્ગાની વિશેષ પૂજા - અર્ચના કરે છે અને સમગ્ર દેશમાં ભક્તિમય વાતાવરણ બને છે. નવરાત્રિ દરમિયાન વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે. આ ઉપરાંત, જ્યોતિષશાસ્ત્ર અનુસાર માં દુર્ગાના આગમન અને ગમન કઈ સવારી પર થશે, તેના આધારે દેશ અને સમાજની સ્થિતિનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ચેતજો! મંગળના રાશિ પરિવર્તનના કારણે આ 4 રાશિના જાતકો પર સંકટના વાદળ, જાણો બચવાના ઉપાય
હાથી પર થશે આગમન
આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે અને ગમન માનવીના ખભા કરશે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025ની શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બર(સોમવાર)થી શરુ થશે. મા દુર્ગાનું હાથી પર આગમન શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, આ વર્ષે સારો વરસાદ થશે, વરસાદનો સંપૂર્ણ યોગ રહેશે અને ધન-સંપત્તિમાં વધારો થશે. આ શુભ ફળનો સંકેત છે. તેમજ મા દુર્ગા 2 ઑક્ટોબર 2025ના રોજ માનવ ખભા પર પ્રસ્થાન કરશે, જે સુખ અને સમૃદ્ધિ કારક યોગ બને છે.
આ વખતની નવરાત્રિ શુભ
નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. આ સમય ભક્તિ, તપસ્યા અને આત્મશુદ્ધિનો માનવામાં આવે છે. લોકો ઉપવાસ રાખે છે, મંત્રજાપ કરે છે અને અનુષ્ઠાન કરે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર સમાજ અને રાષ્ટ્રની સ્થિતિ મા દુર્ગાની સવારી દ્વારા આગાહી કરવામાં આવે છે. આ વર્ષે હાથી પર આગમન અને માનવ ખભા પર પ્રસ્થાન શુભ સંકેત માનવામાં આવે છે, જે સમૃદ્ધિ, સુખ અને શાંતિ લાવશે. ગયા વર્ષે માની સવારી અશુભતાનો સંકેત દર્શાવવામાં આવ્યો હતો, આ વખતે માની સવારી શુભ સંકેત આપી રહી છે.
આ પણ વાંચો: જો શ્રાદ્ધ પક્ષમાં મળે આ સંકેત તો સમજી જજો કે પિતૃ તમારાથી ખુશ છે! જાણો કયા કયા
વર્ષની આ નવરાત્રિ દરેક રીતે ખાસ માનવામાં આવે છે
નવરાત્રિ એક પવિત્ર તહેવાર છે, જે ભક્તોને શક્તિ, સાહસ અને આશીર્વાદ પ્રદાન કરે છે. આ વર્ષનું આગમન અને પ્રસ્થાન ખાસ કરીને સકારાત્મક અને મંગળકારી સંકેતો લઈને આવ્યું છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્ત્વ છે, ખાસ કરીને વર્ષની આ નવરાત્રિ દરેક રીતે ખાસ માનવામાં આવે છે.