Get The App

ચેતજો! મંગળના રાશિ પરિવર્તનના કારણે આ 4 રાશિના જાતકો પર સંકટના વાદળ, જાણો બચવાના ઉપાય

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ચેતજો! મંગળના રાશિ પરિવર્તનના કારણે આ 4 રાશિના જાતકો પર સંકટના વાદળ, જાણો બચવાના ઉપાય 1 - image


Mangal Rashi Parivartan 2025: હિન્દુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કેટલાક ગ્રહ ચોક્કસ સમયગાળામાં માત્ર રાશિ પરિવર્તન જ નહીં પરંતુ નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. તેનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર કોઈને કોઈ રીત અવશ્ય પડે છે. આ પ્રકારે ગ્રહોના સેનાપતિ મંગળને સાહસ, જોષ અને કર્મઠતાના કારક માનવામાં આવે છે. 13 સપ્ટેમ્બરના રોજ મંગળ ગ્રહનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગોચર થવા જઈ રહ્યું છે. 

આ પણ વાંચો: જો શ્રાદ્ધ પક્ષમાં મળે આ સંકેત તો સમજી જજો કે પિતૃ તમારાથી ખુશ છે! જાણો કયા કયા

મંગળ શુક્રની રાશિ તુલામાં ગોચર કરશે, જેના કારણે મંગળનું શનિ સાથે બની રહેલો અશુભ સમસપ્તક યોગ ખતમ થઈ જશે. આ સાથે જ ત્રણ રાશિવાળાઓની ખરાબ દિવસો શરુ થશે. આવો જાણીએ કે, મંગળનું આ ગોચર કઈ કઈ રાશિઓને નુકસાનકારક રહેશે. આ સ્થિતિમાં તેમાંથી કયા ઉપાય કરવાથી બચી શકાશે.

આ રાશિઓ માચે અશુભ 

કર્ક રાશિ

કર્ક રાશિઓના માટે મંગળનું ગોચર ચોથા ભાવમાં રહેશે, જેમાં આ રાશિના જાતકોને ઘણુ અશુભ પરિણામ જોવા મળશે. જીવનમાં અસ્થિરતાનો અનુભવ થઈ શકે છે. ખાસ કરીને ભાવનાત્મક અને માનસિક સ્તરે. આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. કોઈ પણ નવા કાર્યની શરુઆત સમજી વિચારીને કરો અને સલાહ લઈને કરીને આગળ વધવું.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન નુકસાનકારક સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. આ દરમિયાન તમારા કામ અટકી શકે છે. નોકરી કરતાં લોકોને વિરોધનો સામનો કરવો પડી શકે છે. 

મકર રાશિ

આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન નુકસાનકારક સાબિત થઈ શકે છે. મન અશાંત રહેશે, જેના કારણે ઉદાસ રહેશો. ઘરનો માહોલ પણ ખરાબ થઈ શકે છે. ઑફિસમાં કામ કરવામાં મન ન લાગે. કોઈની સાથે વિવાદ ટાળવો.

આ પણ વાંચો: પિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ; જાણો તેનું મહત્ત્વ, વિધિ અને નિયમો

મીન રાશિ

આ રાશિના જાતકોને શુક્રનું રાશિ પરિવર્તન ખુબ જ અશુભ પરિણામ આપનારું સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચમાં વધારો થઈ શકે છે. વેપારીઓએ થોડી સતર્કતા રાખવાની જરુર છે, કારણ કે, તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

બચવા માટે આ ઉપાય જરુર કરો 

આ ત્રણ રાશિના લોકોએ મંગળની અશુભ અસર ઘટાડવા માટે પોતાના સ્વભાવમાં શાંતિ રાખવી જરુરી છે. આ સાથે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો. આ ઉપરાંત હનુમાનજીના સિંદૂરનું તિલક કરો. તેમજ લાલ મસૂરની દાળનું દાન કરો.   


Tags :