India

VIDEO : બેંકમાં ઘૂસી કર્મચારીઓની આંખમાં મરચું છાંટી લાખોની લૂંટ, નાગપુરમાં ચોંકાવનારી ઘટના

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
નાગપુરની SBI બેંકમાં ફિલ્મી સ્ટાઈલમાં લૂંટ થઈ. એક શખશે મરચાનો પાઉડર છાંટી 4 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. જોકે, પોલીસે ગણતરીના 30 મિનિટમાં જ તેને દબોચી લીધો અને લૂંટાયેલી રકમ પાછી મેળવી લીધી. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : બેંકમાં ઘૂસી કર્મચારીઓની આંખમાં મરચું છાંટી લાખોની લૂંટ, નાગપુરમાં ચોંકાવનારી ઘટના

Maharastra nagpur Bank Theft Video : મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ફિલ્મી સ્ટાઈલમાં એક ચોરીનો મામલો સામે આવ્યો છે. સક્કરદરા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં એક લૂંટારૂ ઘૂસી આવ્યો હતો. તેણે મરચાનો પાઉડર છાંટી 4 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ત્યાંથી નાસી ગયો હતો.

પોલીસે અડધા કલાકમાં દબોચ્યો

જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને માત્ર અડધા કલાકમાં દબોચી લીધો હતો અને તેની પાસેથી લૂંટની રકમ કબજે કરી લીધી હતી. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે કયા ઉદ્દેશ્યથી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેણે ફિલ્મી સ્ટાઈલમાં બેંકના દરેક કર્મચારીની આંખમાં મરચું છાંટવાનો પ્રયાસ કર્યો હતો જેના સીસીટીવી સામે આવ્યા હતા.