'સમય બદલાશે, સજા તો જરૂર મળશે...' રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે નવો VIDEO શેર કર્યો
Image: IANS |
Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નવો વીડિયો શેર કરી વોટ ચોરીના આરોપને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ફરી એકવાર આરોપ લગાવ્યો કે, ચૂંટણી પંચ અને ભાજપની બેઠકો વચ્ચે વોટ ચોરીની મિલિભગત છે. આ સિવાય તેમણે ચૂંટણી પંચ પર દેશદ્રોહનો આરોપ પણ લગાવ્યો અને આરોપના સમર્થનમાં ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢનું ઉદાહરણ આપ્યું.
સમય બદલાશે, સજા...
રાહુલ ગાંધીએ ફરી મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકનું ઉદાહરણ આપ્યું, જેનો ઉલ્લેખ તેમણે ગુરૂવારે પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ રાજ્યોમાં જાદુથી નવા મતદારો પેદા થઈ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, 'Vote Chori ખાલી એક ચૂંટણી કૌભાંડ નથી, પરંતુ બંધારણ સાથે દગો છે. દેશના ગુનેગારો સાંભળી લે- સમય બદલાશે, સજા જરૂર મળશે.'
આ પણ વાંચોઃ આભ ફાટતાં ધરાલીમાં સર્જાયેલા વિનાશની સેટેલાઈટ તસવીરો ધ્રૂજાવી દે તેવી, ISROએ શેર કરી
100થી વધુ બેઠકો પર 'વોટ ચોરી'નો આરોપ
આ વિશે વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હું રાજકીય પરિવારમાં પેદા થયો છું અને છેલ્લાં 20 વર્ષથી ખુદ ચૂંટણી લડી રહ્યો છું. મને ખબર છે કે, ચૂંટણી કેવી રીતે લડવામાં આવે છે, કેવી રીતે બૂથ મેનેજ થાય છે અને કેવી રીતે મતની ચોરી થાય છે. લોકસભા ચૂંટણી દરમિયાન 100થી વધુ બેઠકો પર મત ચોરી કરવામાં આવ્યા છે. જો નિષ્પક્ષ ચૂંટણી યોજાય તો આજે નરેન્દ્ર મોદીની સરકાર ન હોત'
પાંચ પ્રકારની 'વોટ ચોરી'
આ નવા વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી તપાસમાં પાંચ પ્રકારની વોટ ચોરી સામે આવી છે. જેમાં ડુપ્લીકેટ વોટર, ખોટા સરનામાં, એક જ ઘરમાં અનેક મતદારો, જે સંભવ નથી. મતદાર યાદીમાં ખોટો અથવા નાનો ફોટો, જેનાથી ઓળખ ન થઈ શકે અને ફોર્મ 6નું દુરૂપયોગ. આ ફોર્મ પહેલીવાર મતદાર બનેલા નવયુવાઓ માટે હોય છે પરંતુ, 90 વર્ષના લોકોને પણ ફોર્મ 6નો ઉપયોગ કરી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? રેસમાં આ નામ થયા સામેલ, ટૂંક સમયમાં થશે જાહેરાત
બિહાર ચૂંટણીનો ઉલ્લેખ
રાહુલ ગાંધીએ 8 મિનિટના આ વીડિયોમાં બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'આ સંસ્થાગત ચોરી છે. ચૂંટણી પંચ મતદાર યાદીમાં ફેરફાર કરીને, સ્પષ્ટરૂપે ભાજપની મદદ કરે છે.'
મારા શબ્દ જ શપથ છેઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પોતાના આરોપ પર ગુરૂવારે ચૂંટણી પંચે શપથ પત્ર દ્વારા એ તમામ પુરાવા શેર કરવાનું કહ્યું, જેમણે તેને પુરાવાના રૂપે કાલે સાર્વજનિક રૂપે બધાની સામે મૂક્યા હતા. જોકે, આ વિશે રાહુલ ગાંધીએ વળતો જવાબ આપતા કહ્યું કે, મારા શબ્દ જ શપથ છે. ચૂંટણી પંચે પોતાના આંકડાની તપાસ કરવાની માંગ કરતા કહ્યું કે, મેં બધું જ જાહેરમાં કહ્યું છે અને મેં ચૂંટણી પંચના આંકડાને જ ટાંક્યા છે.