India

VIDEO | દોડતી ઇલેક્ટ્રિક કારમાં ભીષણ આગ, 4 લોકો જીવતા ભુંજાયા, 1 ગંભીર: વિજયવાડામાં બની કમકમાટીભરી ઘટના

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
વિજયવાડાના વેસ્ટ બાયપાસ પર એક ઇલેક્ટ્રિક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા, જેમાં 39 વર્ષીય રામદેવ, તેમની માતા અરુણા, એક બાળક અને ટિગુરુ વિજયાનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે. સામાજિક પ્રસંગમાંથી પરત ફરતી વખતે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | દોડતી ઇલેક્ટ્રિક કારમાં ભીષણ આગ, 4 લોકો જીવતા ભુંજાયા, 1 ગંભીર: વિજયવાડામાં બની કમકમાટીભરી ઘટના

Electric Car Fire Vijayawada : આંધ્રપ્રદેશના વિજયવાડા વેસ્ટ બાયપાસ પર એક કમકમાટીભર્યો માર્ગ અકસ્માત થયો છે. અહીં દોડતી ઈલેક્ટ્રિક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં કારમાં સવાર 4 લોકો જીવતા બળીને ભૂંજાઈ ગયા છે. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

સમારોહમાંથી પરત ફરતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત

પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો ગુંટુરના નંબુરુ ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની કાર જ્યારે વિજયવાડા વેસ્ટ બાયપાસ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ગાડીમાં ધુમાડા સાથે આગ ભભૂકી ઊઠી હતી.

બહાર નીકળવાની તક પણ ન મળી

કારમાં આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ કે અંદર બેઠેલા મુસાફરોને દરવાજા ખોલીને બહાર નીકળવાની તક પણ મળી શકી નહીં. તમામ લોકો અંદર જ ફસાઈ ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે જ 4 લોકોના દર્દનાક મોત નીપજ્યા હતા.

મૃતકોની ઓળખ સામે આવી

આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ નુન્ના ગામના રહેવાસી કોમારેડ્ડી રામદેવ (39), તેમની માતા કોમારેડ્ડી અરુણા, એક માસૂમ બાળક તેમજ નંબુરુના રહેવાસી ટિગુરુ વિજયા તરીકે થઈ છે.

આગ લાગવાનું કારણ અકબંધ, પોલીસ તપાસ તેજ

ઇલેક્ટ્રિક કારમાં આગ કયા સંજોગોમાં લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વાહનની બેટરી સિસ્ટમમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો કે પછી અન્ય કોઈ ટેકનિકલ ખામી હતી, તે એફએસએલ અને ટેકનિકલ તપાસ બાદ જ સામે આવશે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.