Get The App

VIDEO: હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા, માર્ગો ધોવાયા

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા, માર્ગો ધોવાયા 1 - image


Himachal Cloudburst: હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના નૈના દેવી વિધાનસભા વિસ્તારના ગુતરાહન ગામમાં શનિવારે સવારે વાદળ ફાટવાના કારણે તબાહીના દૃશ્યો સર્જાયા હતા. આ દરમિયાન અનેક વાહનો કાટમાળમાં દબાયા હતા અને રસ્તાને પણ ભારે નુકસાન થયું હતું. 

આ પણ વાંચોઃ હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર પહોંચ્યા, ચુરાચાંદપુર જવા રવાના

જાનહાનિ ટળી

નોંધનીય છે કે, આ કુદરતી આફતમાં કોઈ જાનહાનિ થઈ નથી, નહીંતર મોટી દુર્ઘટના બની શકી હોત. અસરગ્રસ્ત ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે અને પીડિતોને યોગ્ય વળતર આપવામાં આવે.

આ પણ વાંચોઃ અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી

બીજી બાજુ, મંડી જિલ્લાના ધરમપુરના સપદી રોહ ગામમાં શનિવારે સવારે 4 વાગ્યે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ઘણા ઘરો કાટમાળથી ઘેરાયેલા છે.

હવામાન વિભાગની આગાહી

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશના ઘણાં જિલ્લાઓમાં હવામાન ફરી બગડવા લાગ્યું છે. આવી સ્થિતિમાં, અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન કેન્દ્ર શિમલાએ 13 અને 14 સપ્ટેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વળી, કાંગડા, ઉના, હમીરપુર, બિલાસપુર અને મંડી જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા અને ભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે શિમલા, સિરમૌર, સોલન, કુલ્લુ અને ચંબા જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો ઍલર્ટ રહેશે.

Tags :