Get The App

અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી 1 - image


Agra Blackmailing Case: ઉત્તર પ્રદેશના આગ્રામાં ટીપી નગર (હરિપર્વત) સ્થિત જૈન હોટેલમાં એક યુવતી સાથે અશ્લીલ વીડિયો બનાવીને એક યુવકને બ્લેકમેઈલ કરવા મામલે ન્યૂ આગ્રા પોલીસે વધુ ત્રણ લોકોને જેલ ભેગા કરી દીધા છે. આરોપીઓમાં ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ પદાધિકારી પણ સામેલ છે. યુવક પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી રહી હતી.

અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા

આવાસ વિકાસ કોલોનીના સેક્ટર 8ના રહેવાસી એક યુવકની ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવકે તેને લગ્ન કરાવવા માટે ઝાંસો આપ્યો હતો. યુવતી સાથે મુલાકાત કરાવવા માટે જૈન હોટલમાં યુવકને બોલાવ્યો હતો. એવો આરોપ છે કે, યુવકને નશીલા પદાર્થ પીવડાવીને બેભાન કરી દીધો હતો. ત્યારબાદ યુવતીએ યુવકને નિર્વસ્ત્ર કરી દીધો હતો અને ત્યારબાદ તેની સાથે અશ્લીલ વીડિયો બનાવડાવ્યો હતો. 

ત્યારબાદ વીડિયો બતાવીને યુવકને ધમકાવવામાં આવી રહ્યો હતો. છેડતીના કેસમાં તેને જેલમાં હવાલે કરવાની ધમકી આપવામાં આવી હતી. કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. બુધવારે પીડિત યુવકે એક આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. ફરિયાદના આધારે પોલીસે શકીલ, વિરાટ, પિંકી, મનીષ સહાની અને જૈન હોટેલના કર્મચારીઓ અને સંચાલકનું નામ જાહેર કર્યું હતું.

પોલીસે ગુરુવારે શકીલને જેલમાં ધકેલી દીધો હતો. ઈન્સ્પેક્ટર ન્યૂ આગ્રા રાજીવ ત્યાગીએ જણાવ્યું કે, મથુરા નિવાસી પિંકી, મનીષ સહાની અને વિરાટ, જેઓ આ કેસમાં વોન્ટેડ હતા તેમની પણ ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. મનીષ સહાની ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ પદાધિકારી છે.

આ પણ વાંચો: હોટ એર બલૂનમાં બેસતાં આગ લાગી, મધ્ય પ્રદેશના સીએમ મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચ્યાં

સામે આવી શકે છે અનેક પીડિત, પોલીસને શંકા

પોલીસને શંકા છે કે, ગેંગે પહેલી વાર આ અંદાજમાં ઘટનાને અંજામ નથી આપ્યો. આરોપી શકીલની પૂછપરછમાં ખુલાસો થયો છે હતો કે, તેણે આ રીતે ઘણા લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા છે. તેણે તેમની પાસેથી પૈસા પણ પડાવ્યા છે. આ વખતે જે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે તે કોઈ ધનવાન વ્યક્તિ નથી. તેઓ ફેસબુક અને સોશિયલ મીડિયા પર લોકોને ફસાવતા હતા. પોલીસ એવું માનીને ચાલી રહી છે કે આરોપીઓ વિરુદ્ધ વધુ પીડિતો આગળ આવી શકે છે.

Tags :