Get The App

VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ 1 - image


Tamil Nadu Train Fire: તમિલનાડુના તિરૂવલ્લૂર પાસે ડીઝલ લઈને જઈ રહેલી માલગાડીમાં ભીષણ આગ લાગી છે. જોકે, અકસ્માત બાદ ટ્રેનને રોકી દેવામાં આવી છે. આગ એટલી ભયાનક છે કે, આકાશ આખું કાળા ડિબાંગ ધુમાડાથી ભરાઈ ગયું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, હાલ આગ લાગ્યા બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 


આ પણ વાંચોઃ અડધી રાતે અચાનક આંખો ખુલી જાય છે...' અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે?

ચાર કોચમાં લાગી આગ

મળતી માહિતી મુજબ, તિરૂવલ્લુર પાસે એક માલગાડીના ચાર ડબ્બામાં રવિવારે (13 જુલાઈ) વહેલી સવારે આગ લાગી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, આ માલગાડીમાં ડીઝલ ભરેલું હતું અને આ માલગાડી મનાલીથી તુરૂપતિ જઈ રહી હતી. માલગાડીમાં સવાર ચાર કોચ આગની લપેટમાં આવ્યા અને બાકીના કોચને તેનાથી અલગ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાના કારણે ચેન્નઈથી નીકળતી અને ચેન્નઈ જતી ટ્રેનોને અસર થશે. હાલ રેલ લાઇનને ક્લિયર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના

આ ટ્રેન કરાઈ રદ

અકસ્માત બાદ દક્ષિણ રેલવેએ એલર્ટ જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દક્ષિણ રેલવેએ કહ્યું કે, 'ટ્રેન સેવા એલર્ટ! તિરૂવલ્લૂર પાસે આગ લાગવાના કારણે સુરક્ષાના ભાગરૂપે ઓવરહેડ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેન સંચાલનમાં પણ બદલાવ કરાયો છે. મુસાફરોને સલાહ છે કે, મુસાફરી પહેલા લેટેસ્ટ અપડેટ ચેક કરી લે.'

  • ટ્રેન નંબર 20607 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - મૈસુર વંદે ભારત એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી સવારે 5:50 વાગ્યે રવાના થનારી ફલાઇટ સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12007 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - મૈસુર શતાબ્દી એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 6 વાગ્યે રવાના થનારી ફ્લાઇટ સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12675 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કોયંબટૂર કોવઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 6:10 વાગ્યે રવાના થનારી ફ્લાઇટ સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12243 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કોયંબટૂર શતાબ્દી એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 7:15 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણ રદ્દ છે.
  • ટ્રેન નંબર 16057 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - તિરૂપતિ સપ્તગિરિ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 6:25 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 22625 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કેએસઆર બેંગલુરૂ ડબલ ડેકર એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી 7:25 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12639 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કેએસઆર બેંગલુરૂ વૃંદાવન સુપરફાસ્ટ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી 7:40 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણ રદ્દ છે. 
  • ટ્રેન નંબર 16003 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - નાગરસોલ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 9:15 વાગ્એ રવાના થનારી ફ્લાઇટ સંપૂર્ણ રદ્દ છે. 
Tags :