VIDEO : ચાકુ લઈને આવેલી યુવતીએ મમતા બેનરજી પર કર્યો હુમલો, સાડી ખેંચી; TMCનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mamata Banerjee Attack Attempt : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનરજી પર હુમલાના પ્રયાસની ચકચારી ઘટના સામે આવી છે. TMC દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોલકાતાના કાલીઘાટ વિસ્તારમાં દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરવા જઈ રહેલા મમતા બેનરજી પર એક યુવતીએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
પંડાલના ઉદ્ઘાટન વખતે અફરાતફરી
TMCના જણાવ્યા અનુસાર, મમતા બેનરજી કાલીઘાટમાં પૂજા પંડાલ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક એક અજાણી યુવતી તેમની નજીક પહોંચી ગઈ હતી. આરોપ છે કે આ યુવતીએ મમતા બેનરજીની સાડી ખેંચી લીધી હતી. આ ઉપરાંત, સુરક્ષાકર્મીઓએ યુવતીની અટકાયત કરતા તેની પાસેથી ચાકુ પણ મળી આવ્યું હતું. આ ચોંકાવનારી ઘટનાથી સ્થળ પર ભારે દોડધામ મચી ગઈ હતી.
સુરક્ષા વ્યવસ્થા પર ફરી ઉઠ્યા સવાલો
આ કથિત હુમલાની ઘટના બાદ સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ નેતૃત્વએ પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી ગંભીર ક્ષતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદથી જ TMC નેતાઓને જનતાના ભારે વિરોધ અને આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. હવે વિરોધનો આ સેક પક્ષના સુપ્રીમો મમતા બેનરજી સુધી પહોંચી જતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
કાલીઘાટ મિલન સંઘના પૂજા પંડાલનું ઉદ્ઘાટન
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા ખાતે આવેલા 'કાલીઘાટ મિલન સંઘ'ના દુર્ગા પૂજા પંડાલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. તેઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા તે દરમિયાન જ આ ચકચારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
અભિષેક અને કુણાલ ઘોષ પર અગાઉ હુમલા થયા હતા
આ અગાઉ દક્ષિણ 24 પરગણામાં 4 મેના રોજ પરિણામો જાહેર થયા બાદ સોનારપુરમાં અભિષેક બેનરજી પર લોકોએ ઈંડા, જૂતા અને પથ્થરો ફેંક્યા હતા. તે દરમિયાન ટોળાએ તેમની સામે 'ચોર ચોર'ના નારા લગાવ્યા હતા અને ઝપાઝપી પણ થઈ હતી. ત્યારબાદ મમતા બેનરજીના ઘરની બહાર મીડિયા સાથે વાત કરી રહેલા નેતા કુણાલ ઘોષના માથા પર પણ એક યુવકે ઈંડું ફેંક્યું હતું.
વાહનો પર પથ્થરમારા સુધી પહોંચ્યો હતો જનઆક્રોશ
સપ્ટેમ્બર 2026માં હુગલીના ઉત્તરપાડા ખાતે મમતા બેનરજીની એક રેલીમાં જઈ રહેલા કુણાલ ઘોષની કારને લોકોના ટોળાએ ઘેરી લીધી હતી. આ દરમિયાન કાર પર ઈંડા અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, જેમાં ગાડીનો કાચ પણ તૂટી ગયો હતો. બંગાળમાં ચૂંટણી બાદથી TMC નેતાઓ સામે વિરોધ પ્રદર્શનો અને હુમલાઓનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે.




