ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી NDAના ઉમેદવાર જીતતાં જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા વાઇરલ
Jagdeep Dhankhar: મંગળવારે (9 સપ્ટેમ્બર) ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ સામે આવ્યા હતા. NDA ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણનને 452 મતોની જીત હાંસલ કરી છે. આ જીત પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ખુશી વ્યક્ત કરી હતી.
જગદીપ ધનખડે કહ્યું કે, 'સી.પી રાધાકૃષ્ણનના અનુભવોથી ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમા વધી જશે.' નોંધનીય છે કે, રાજીનામાં બાદ જગદીપ ધનખડનું આ પહેલું સાર્વજનિક નિવેદન છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિનું નિવેદન
મંગળવારે સાંજે ઉપરાષ્ટ્રપકિ ચૂંટણીના પરિવામ સામે આવ્યા, જેમાં NDAના ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. વળી, વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ 300 વોટ મેળવ્યા હતા. આ જીત પર પ્રતિક્રિયા આપતાં જગદીપ ધનખડે કહ્યું કે, 'ઉપરાષ્ટ્રપતિ પદ પર સી. પી રાધાકૃષ્ણનની જીત જનતા દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રતિનિધિઓનો તમારા પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. તમારો જાહેર જીવનનો ઘણો અનુભવ રહ્યો છે. તમારા નેતૃત્વમાં આ પદ(ઉપરાષ્ટ્રપતિ)ની ગરિમા વધી જશે.
ધનખડે આપ્યું રાજીનામું
નોંધનીય છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ધનખડે તેનું કારણ સ્વાસ્થ્યને લગતાં કારણો જણાવ્યા હતા. વળી, રાજીનામા બાદથી ધનખડે કોઈ નિવેદન આપ્યું નહતું, આ સિવાય તે જાહેર જીવનથી પણ દૂર થઈ ગયા હતા.