Get The App

'જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ...' લોહિયાનું કથન યાદ કરી સુદર્શન રેડ્ડીએ કર્યા રાહુલના વખાણ

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
'જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ...' લોહિયાનું કથન યાદ કરી સુદર્શન રેડ્ડીએ કર્યા રાહુલના વખાણ 1 - image

Image: IANS


B Sudershan Reddy: ઈન્ડિયા ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાના ચર્ચિત નિવેદન 'જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ...'નું પુનરાવર્તન કર્યું છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ રસ્તાને ચૂપ નથી રહેવા દીધા અને સરકારના નિર્ણને બદલવા મજબૂર કરે છે. 

રાહુલ ગાંધીના કર્યા વખાણ

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીએ બુધવારે ગૃહના સેન્ટ્રલ હોલમાં ઈન્ડિયા ગઠબંધનના સભ્યો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'મને લોહિયાજી દ્વારા કહેવામાં આવેલું એક નિવેદન આવે છે કે, જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ. પરંતુ, રાહુલ ગાંધીએ રસ્તાને ક્યારેય ચૂપ નથી થવા દીધો. આ તેમનો સ્વભાવ અને આદત બની ગઈ છે અને એક પછી એક પડકારોનો સામનો કરવો તેમની યાત્રાનો એક ભાગ છે. તેમણે તેલંગાણા સરકારને પણ જાતિ વસ્તી ગણતરી વ્યવસ્થિત રીતે કરવા માટે સફળતાપૂર્વક રાજી કરી દીધી.'

આ પણ વાંચોઃ '...તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ', મનીષ સિસોદિયાની માગ

બી. સુદર્શન રેડ્ડીએ કહ્યું કે, 'હું થોડો નર્વસ છું, કદાચ થોડો ઉત્સાહિત પણ છું અને થોડું રોમાંચિત પણ અને મારી ખુશીનો પાર નથી. જ્યારે તમે વિવિધ મુદ્દા પર રાષ્ટ્રનું સંબોધન કરે છે, ત્યારે હું પણ તમને બધાને સાંભળું છું. હું તમારામાંથી કદાચ મોટા ભાગના કદાચ દરેકને લોકોને દેશમાં શું થઈ રહ્યું છે તે જાણવા માટે ફોલો કરૂ છું. જોકે, હું એ વિચારધારાથી આવું છે, તેથી મને લોહિયાજીની આ પંક્તિ યાદ આવી.'

ગઠબંધન વિશે ખુલીને કરી વાત

તેલંગાણામાં જાતિ વસ્તી ગણતરી પર ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીએ કહ્યું કે, જ્યારે આ કામ પૂરૂ થઈ ગયું હતું, જ્યારે હું રિપોર્ટ રજૂ કરી રહ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે, હવે વર્તમાન સત્તાધારી પાર્ટી માટે એક મોટો પડકાર ઊભો થશે અને આ સાચું પડ્યું. જોઈએ હવે તેમાં કેટલો સમય લાગે છે, શું તેમાં એક વ્યવસ્થિત અધ્યયન થશે કે પછી ફક્ત દેખાડો થશે. જો તેઓ ખરેખર આ મુદ્દે ગંભીર છે તો હું તેમને સલાહ આપનારો કોઈ નથી...'

આ પણ વાંચોઃ 'ખુદને પૂછો કે પ્રજાના કેટલા પૈસા વેડફાયા...' હાઇકોર્ટના અમુક જજો પર ભડક્યાં સુપ્રીમના જસ્ટિસ

પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ બિહારમાં SIRનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે, વોટ આપવાનો અધિકાર જનતાનો એકમાત્ર લોકતાંત્રિક હથિયાર છે. હાલ મતદાનના અધિકારને પડકારવામાં આવી રહ્યો છે. બિહાર જે સંકટનો સામનો કરી રહ્યું છે, તેનાથી વધુ ગંભીર પડકાર અને બંધારણ માટે જોખમ બીજું શું હોય શકે? મતદાનના અધિકાર, સામાન્ય માણસના હાથમાં એકમાત્ર સાધન અથવા હથિયાર છે, જેને છીનવી લેવાશે, તો લોકતંત્રમાં શું વધશે?

રાજકારણમાં કેમ પડવું છે?

જ્યારે સુદર્શન રેડ્ડીને એક સાથી મિત્રએ સવાલ પૂછ્યો હતો કે, રાજકારણમાં કેમ પડવું છે? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, 1971માં એક વકીલના તરીકે શરૂઆત કરી હતી અને મારો પ્રવાસ હજુ શરૂ છે, હાલનો પડકાર પણ તેનો જ એક ભાગ છે. ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય કોઈ રાજકીય સંસ્થા નથી. 

નોંધનીય છે કે, ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી ગુરૂવારે (21 ઓગસ્ટ) ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે નોંધણી કરશે. 9 સપ્ટેમ્બરે યોજાનારી આ ચૂંટણીમાં એક રોમાંચક રાજકીય ટક્કર થવાની આશંકા છે.