India

ઉત્તરકાશીમાં ધરતી ધ્રૂજી, 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

By GS TEAM
14 Oct 20251 min read
TukuTouch Logo
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવાર (14 ઑક્ટોબર) સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી મુજબ, આ ભૂકંપની તીવ્રતા 3.6 મેગ્નિટ્યૂડ માપવામાં આવી છે. ભૂકંપના આંચકા સાંજે 7:30 વાગ્યે 10 સેકન્ડે આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરકાશીમાં ધરતી ધ્રૂજી, 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Uttarakhand Earthquake : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવાર (14 ઑક્ટોબર) સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી મુજબ, આ ભૂકંપની તીવ્રતા 3.6 મેગ્નિટ્યૂડ માપવામાં આવી છે. ભૂકંપના આંચકા સાંજે 7:30 વાગ્યે 10 સેકન્ડે આવ્યા હતા. ભૂકંપના આંચકા લાગતાં જ લોકો પોતાના ઘરો અને દુકાનોની બહાર નીકળી આવ્યા હતા.

ઉત્તરકાશી ભૂકંપીય દૃષ્ટિકોણથી સંવેદનશીલ

ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 5 કિલોમીટરની ઊંડાઈએ હતું, જે 31.15 અક્ષાંશ અને 77.99 દેશાંતર પર સ્થિત હતું. ઓછી તીવ્રતાના કારણે આ આંચકાઓ જોરદાર નહોતા અને સદ્ભાગ્યે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. જોકે, ઉત્તરકાશી વિસ્તારને ભૂકંપીય દૃષ્ટિકોણથી સંવેદનશીલ માનવામાં આવે છે.

આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 10થી 12ના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના

ઉત્તરકાશીમાં 1991માં આવ્યો હતો ભયાનક ભૂકંપ

ઉલ્લેખનીય છે કે, ઉત્તરકાશીમાં 20 ઑક્ટોબર-1991માં 6.6 મેગ્નિટ્યૂડનો ભૂકંપ આવ્યો હતો, જે ખૂબ જ વિનાશક હતો. આ ભૂકંપમાં ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં ભારે નુકસાન થયું હતું, જેમાં 768 લોકો મૃત્યુ પામ્યા હતા, 5066 લોકો ઘાયલ થયા હતા અને 20,184 ઘરો સંપૂર્ણપણે તૂટી ગયા હતા.

આ પણ વાંચો : બિહારમાં NDAમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર! બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર