મારા માથે રૂ.15 કરોડનું દેવું, હવે કોઈ રસ્તો બચ્યો નથી... બંદૂકથી ગોળી મારી બિઝનેસમેની આત્મહત્યા
Real Estate Businessman Suicide : ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં રિયલ એસ્ટેટના બિઝનેસમેને પોતાને ગોળીમારી આત્મહત્યા કરી લીધી છે. 36 વર્ષિય બિઝનેસમેન શહવાજ સિદ્દીકીએ ફેસબુક લાઈવ કરીને ઓફિસમાં જ પોતાની ગોળી મારી છે. ફેસબુક લાઈવ કરતી વખતે તેણે આત્મહત્યા કરવા મજબૂર કરનાર કેટલાક લોકોના નામ આપ્યા છે. સિદ્દીકી પર 15 કરોડ રૂપિયાનું દેવું હતું, જેના કારણે તે અઢી વર્ષથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો.
‘હું થાકી ગયો છું, મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી’
સિદ્દીકીએ બપોરના સમયે ફેસબુક લાઈવ પર કહ્યું કે, ‘હું થાકી ગયો છું, મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી. હું ખૂબ જ પરેશાન છું. હું તમામ લોકોને મારા પરિવારની મદદ કરવા અપીલ કરું છું. મારા પરિવારને તકલીફ ન પડે તે માટે હું આજે મારી જિંદગી ખતમ કરી રહ્યો છું. હું સારો પુત્ર, સારો પિતા, સારો પતિ ન બની શક્યો. જોકે હું ઈચ્છું છું કે, મારા મોત બાદ મારો પરિવાર સુરક્ષિત અને સન્માનજીક જીવન જીવે.’
બિઝનેસમેને આત્મહત્યા કરવા મજબૂર કરનારાઓના નામ પણ આપ્યા છે. આ સાથે સિદ્દીકીએ પરિવારને મદદ કરવા માટે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી યોગી, રતન ટાટા, મુકેશ અંબાણી અને સલમાન ખાનને વિનંતી પણ કરી છે.
સુરક્ષા ગાર્ડની બંદૂકથી કરી આત્મહત્યા
પોલીસના જણાવ્યા મુજબ, સિદ્દીકી બુધવારે (9 જુલાઈ) ઓફિસ પહોંચી સુરક્ષા ગાર્ડને કોલ્ડ ડ્રિક લેવા મોકલ્યા હતા. ગાર્ડ બહાર જતા જ તેણે ફેસબુક પર બે વીડિયો પોસ્ટ કર્યા અને ગાર્ડની બંદૂક ઉઠાવી પોતાને ગોલી મારી દીધી હતી. ગાર્ડ જ્યારે પરત ફર્યો ત્યારે દરવાજો બંધ હતો. જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે સિદ્દીકી ખુરશી પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના માથા પરથી ખૂન વહી રહ્યું હતું અને બાજુમાં બંદૂક પડી હતી.
આ પણ વાંચો : ઉદ્ઘાટન થાય તે પહેલા જ સ્ટેટ હાઈવે પાણીમાં વહી ગયો, જુઓ VIDEO
હાઉસિંગ પ્રોજેક્ટમાં નુકસાન, કાયદાકીય દબાણ
સિદ્દીકીએ બારાબંકીમાં 8 વીઘા જમીનમાં એક હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેણે મિત્રો સાથે મળી અનેક લોકોને પ્લોટ વેંચ્યા હતા. જોકે બાંધકામમાં વિલંબ થતા ગ્રાહકોએ પૈસા પરત માગવાનું શરૂ કર્યું હતું. ગ્રાહકોમાંથી કેટલાક લોકોએ કાયદાકીય દબાણ કર્યું હતું. તેના ભાઈએ કહ્યું કે, ‘સિદ્દીક પર સતત દબાણ કરવામાં આવતું હતું. કાયદાકીય કાર્યવાહી અને નુકસાન થવાના કારણે સિદ્દીકી ડિપ્રેશનમાં હતાં. તેમના માથે લગભગ 15 કરોડ રૂપિયાનું દેવું હતું.’
નિવૃત્ત ઈન્સ્પેક્ટરે જાણી જોઈને ફસાવ્યો
સિદ્દીકીએ ફેસબુક વીડિયોમાં નિવૃત્ત ઈન્સ્પેક્ટર એલ.કે.તોમર સહિત કેટલાક લોકો પર જાણીજોઈને ફસાવવાનો અને માનસિક રૂપે હેરાન કરવાનો આશ્રેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘તોમરે મને બરબાદ કરી દીધો છે. નિવૃત્ત થયા બાદ પ્રોપર્ટીનું કામ શરું કર્યું અને મને તેમાં ફસાવી દીધો.’ ઘટના બાદ ગુડામ્બા ઈન્સ્પેક્ટર પ્રભાતેશ શ્રીવાસ્તવ અને એસીપી અનિદ્ય વિક્રમ સિંહ પોલીસ ટીમ અને ફોરેન્સિક નિષ્ણાતો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંદૂક કબજે કરવામાં આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, પરિવાર દ્વારા હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ આપવામાં આવી નથી, પરંતુ વીડિયોમાં થયેલા ખુલાસાની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : જય શ્રીરામનો નારો લગાવી પ્રજાની ફરિયાદોથી ભાગ્યા મંત્રી, જુઓ VIDEO