VIDEO: 'સાહેબ માત્ર 3 કલાક વીજળી આવે છે', જય શ્રીરામનો નારો લગાવી પ્રજાની ફરિયાદોથી ભાગ્યા મંત્રી
UP Electricity Minister Arvind Kumar Sharma: ઉત્તર પ્રદેશના જૌનપુરથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભગવાનનો સમાવેશ થતાં જ લોકો પોતાની સમસ્યાઓ ભૂલી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ વીડિયો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારમાં ઉર્જા મંત્રી એકે શર્માનો છે. જેમાં તે સુરાપુરની મુલાકાતે હતા. આ દમિયાન લોકો તેમને વીજળીની સમસ્યા વિશે કહી રહ્યા હતી. ત્યારબાદ તે 'જય શ્રી રામ' ના નારા લગાવીને જતા રહે છે.
શું છે આખો મામલો?
સુરાપુરની મુલાકાત દરમિયાન ઉર્જા મંત્રી એ.કે. શર્માનું સ્વાગત ફૂલો અને માળાથી કરાયું હતું. ત્યારબાદ લોકોએ કહ્યું કે, 'આ વિસ્તારમાં વીજળીની ખૂબ સમસ્યા છે, 24 કલાકમાં ફક્ત 3 કલાક વીજળી આવે છે અને કોઈ અમારૂ સાંભળતું નથી.' જોકે, એ.કે. શર્માએ તેમની વાત ધ્યાનથી સાંભળે છે અને સમસ્યા હલ કરવાને બદલે, તે મોટેથી 'જય શ્રી રામ અને જય બજરંગબલી' ના નારા લગાવે છે અને શાંતિથી કારમાં બેસીને ચાલ્યા જાય છે.
આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા મંત્રી એ.કે શર્માની ઘણી ટીકા થઈ રહી છે. AAP દ્વારા 'X' વીડિયો શેર કરીને લખ્યું, 'આ ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ એ.કે. શર્માજી છે. રાજ્યના લોકો વીજળી કાપને કારણે તેમની સમસ્યાઓ જણાવી રહ્યા છે. પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે મંત્રી કારમાં બેસીને ભાગી ગયા.'
ઉત્તર પ્રદેશમાં વીજળીની સમસ્યા વધી છે
ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાંથી વીજળીની સમસ્યાની ફરિયાદો આવી રહી છે. તાજેતરમાં લખનઉ, મુખ્યમંત્રીના ગૃહ વિસ્તાર ગોરખપુર અને વડાપ્રધાનના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં વીજળી ગુલ થઈ હતી. યુપીમાં વીજળીનો વપરાશ 31,000 મેગાવોટ સુધી પહોંચી ગયો છે, પરંતુ જર્જરિત વાયરો અને ઉડી ગયેલા ટ્રાન્સફોર્મરને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. બીજી તરફ વીજળીના ખાનગીકરણની જાહેરાત બાદ કર્મચારીઓમાં ભારે રોષ છે, જેના કારણે સમસ્યાનો સમયસર ઉકેલ આવી રહ્યો નથી.
એ.કે. શર્માને પીએમ મોદીના નજીક માનવામાં આવે છે
ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી એ.કે. શર્મા ગુજરાત કેડરના IAS અધિકારી રહી ચુક્યા છે. વર્ષ 2021માં નિવૃત્તિ બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે ગુજરાત-દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે. તેમને પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે.