Get The App

દહેજ માટે પત્નીને જીવતી સળગાવી દેનારા વિપિન ભાટીને પોલીસે પગમાં ગોળી મારી, પિસ્તોલ ઝૂંટવી ભાગવાનો પ્રયાસ

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
દહેજ માટે પત્નીને જીવતી સળગાવી દેનારા વિપિન ભાટીને પોલીસે પગમાં ગોળી મારી, પિસ્તોલ ઝૂંટવી ભાગવાનો પ્રયાસ 1 - image


Nikki Vipin Bhati Case: ગ્રેટર નોઈડામાં પોતાની પત્ની નિક્કીને દહેજ માટે જીવતી બાળી નાખનારા આરોપી વિપિન ભાટીને પોલીસે પગમાં ગોળી મારી ઈજાગ્રસ્ત કરી દીધો હતો. આ ઘટના સિરસા ચાર રસ્તા નજીક બની હતી જ્યાં આરોપીએ પોલીસના સકંજામાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. 

પોલીસે ગત રોજ સાંજે ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પકડી પાડ્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર આરોપીને કોર્ટમાં હાજર કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ તેણે પોલીસ અધિકારીની પિસ્તોલ છીનવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન એન્કાઉન્ટરની સ્થિતિ સર્જાતા પોલીસે તેને પગમાં ગોળી મારી દીધી હતી.

આ પણ વાંચોઃ  મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું

પત્નીને જીવતી બાળી નાખી હતી

નિક્કીને જીવતી સળગાવી દેવાની ઘટના ગયા ગુરુવારે ગ્રેટર નોઈડામાં બની હતી. એવો આરોપ છે કે નિક્કીને તેના સાસરિયાઓએ કથિત રીતે માર માર્યો હતો. આરોપીઓએ વાળ પકડીને મારી અને મારી બહેનને પુત્રની સામે આગ લગાવી દીધી હતી. પીડિતાના છ વર્ષના પુત્રએ કહ્યું હતું કે, "મારા પિતાએ મમ્મી પર કંઈક રેડ્યું, પછી તેને થપ્પડ મારી અને લાઇટરથી આગ લગાવી દીધી.

આ ઘટનાના બે વીડિયો વાઈરલ 

આ ઘટનાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં, મહિલા પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેના વાળ પકડીને ખેંચી લેવામાં આવી રહ્યો છે, જ્યારે બીજા વીડિયોમાં, મહિલાને દાઝી ગયા પછી સીડીઓ ઉપર ચઢતી બતાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો

માસૂમ દીકરાની સામે માતાને જીવતી સળગાવી દેવામાં આવી

પીડિતાની મોટી બહેન કંચને મીડિયાને જણાવ્યું હતું કે 36 લાખ રૂપિયાની દહેજની માંગણી પૂર્ણ ન થતાં મારી બહેનને તેના પતિ અને સાસરિયાઓએ ત્રાસ આપીને મારી નાખી હતી. કંચને કહ્યું, "છેલ્લા ઘણા દિવસોથી, અમને દહેજ માટે હેરાનગતિ કરવામાં આવી રહી હતી. તેમણે મારી બહેન પર નિર્દયતાથી અત્યાચાર ગુજાર્યો હતો." કંચને રડતા રડતા કહ્યું કે મને પણ માર મારવામાં આવ્યો હતો અને ઘાયલ કરવામાં આવી હતી. બાળકો પણ તે જ ઘરમાં હાજર હતા.

21 ઓગસ્ટના રોજ નિક્કીનું નિધન થયું 

ગ્રેટર નોઈડાના એડીસીપી સુધીર કુમારે જણાવ્યું હતું કે 21 ઓગસ્ટના રોજ ફોર્ટિસ હોસ્પિટલ તરફથી માહિતી મળી હતી કે એક મહિલા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં દાખલ છે, જેને સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ મહિલાનું ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસમાં વિપિન ભાટીની ધરપકડ કરી છે અને બાકીના સાસરિયાઓની ધરપકડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.

Tags :