For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તરપ્રદેશ ATSએ જૈશના બે સંદિગ્ધ આતંકીઓને ઝડપ્યા

Updated: Feb 22nd, 2019

Article Content Image

લખનૌ, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

ઉત્તરપ્રદેશ ATSએ સહારનપુરના દેવબંદથી બે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ જૈશ-એ-મહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું છે. ઉત્તરપ્રદેશના DGP ઓ.પી.સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી તેની જાણકારી આપી.

તેમણે જણાવ્યું કે, તેમાં એક આતંકી શાહનવાઝ તેલી કાશ્મીરના કુલગામનો રહેવાસી છે. શાહનવાઝ જૈશનો સક્રિય સભ્ય છે. જ્યારે બીજો આતંકી અકિબ અહમદ મલિક પુલવામામાં રહે છે. આ બંન્ને અહીં પોતાને સ્ટુડન્ટ તરીકે ઓળખાવીને ત્યાં રહેતા હતા. પોલીસ આ આતંકવાદીએના તાર પુલવામા હુમલા સાથે જોડાયેલા છે કે નહી તેની પણ તપાસ કરી રહી છે.

DGPએ જણાવ્યુ કે, શાહનવાઝને આતંકી સંગઠન તરફથી ભરતીનું કામ આપવામાં આવ્યુ હતું. આ હેતુથી તેઓ ઘણીવાર દેવબંદ આવી ચૂક્યા હતા. લાંબા સમયથી પોલીસ ટીમ બંન્ને આતંકવાદીઓ પર નજર રાખી રહી હતી. તેમણે જણાવ્યું કે, બીજા આતંકી આકિબ શાબનવાઝનો સાથી છે. પોલીસે જણાવ્યુ કે, શાહનવાઝને ગ્રેનેડ એક્સપર્ટ માનવામાં આવે છે.
Gujarat