યુપી રાજ્યસભા ચૂંટણી: કેન્દ્રીય મંત્રીઓથી લઈને પૂર્વ PMના પુત્ર સુધી... 8 સાંસદો OUT, ભાજપે 8 નવા ચહેરાને બનાવ્યા ઉમેદવાર, જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP Rajya Sabha Election : ઉત્તર પ્રદેશમાં 10 રાજ્યસભા બેઠકો પર 16 ઑક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે ભાજપે 8 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે ભાજપે તમામ જૂના સાંસદોના પત્તા કાપીને નવા ચહેરાઓ તક આપી છે. પક્ષની આ યાદીમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી બી. એલ. વર્મા જેવા દિગ્ગજ નેતાઓને ફરી તક આપવામાં આવી નથી. ભાજપે સામાજિક સમીકરણો અને સંગઠનને ધ્યાનમાં રાખીને 3 ઓબીસી, 2 દલિત અને 3 સામાન્ય વર્ગના નેતાઓ તેમજ 2 મહિલાઓને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે રાજ્યસભા માટે પસંદ કરેલા 8 નવા ઉમેદવારો
- ધર્મપાલ સિંહ - યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને લોધી સમાજના અગ્રણી નેતા.
- પ્રકાશ પાલ - ઉત્તર પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ.
- રામ પ્રતાપ સિંહ ચૌહાણ - વર્તમાન પ્રદેશ મહામંત્રી અને આગ્રાની એત્માદપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય.
- ગોપી કૃષ્ણ પાંડે - લાંબા સમયથી પક્ષના સંગઠનમાં સક્રિય કાર્યકર.
- વિદ્યાસાગર સોનકર - જૌનપુરના અનુભવી દલિત નેતા, પૂર્વ સાંસદ અને પૂર્વ એમએલસી.
- પ્રિયંકા સિંહ રાવત - બારાબંકીના પૂર્વ સાંસદ અને પ્રદેશ મહામંત્રી (મહિલા/દલિત ચહેરો).
- રાધાકાંત ઓઝા - અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના વરિષ્ઠ વકીલ અને પૂર્વ પ્રમુખ.
- શ્રુતિ ગંગવાર - અર્બન કો-ઓપરેટિવ બેંક બરેલીના ચેરપર્સન અને રાજ્યપાલ સંતોષ ગંગવારના દીકરી.
8 સાંસદોની ટિકિટ કપાઈ
- હરદીપ સિંહ પુરી - કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી
- બી. એલ. વર્મા - કેન્દ્રીય રાજ્ય મંત્રી
- અરુણ સિંહ - ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી
- ગીતા શાક્ય - ઉત્તર પ્રદેશ ભાજપ પ્રદેશ મહામંત્રી
- નીરજ શેખર - પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર અને પૂર્વ સાંસદ
- બૃજલાલ - પૂર્વ આઈપીએસ અધિકારી અને પૂર્વ રાજ્યસભા સાંસદ
- સીમા દ્વિવેદી - પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભા સાંસદ
- દિનેશ શર્મા - પૂર્વ નાયબ મુખ્યમંત્રી (આંદામાન-નિકોબારના ઉપરાજ્યપાલ બનતા બેઠક ખાલી થઈ)
7 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થતાં નવા ચહેરાઓને તક
ઉત્તર પ્રદેશમાંથી ભાજપના 7 વર્તમાન રાજ્યસભા સાંસદો - હરદીપ સિંહ પુરી, બી. એલ. વર્મા, અરુણ સિંહ, ગીતા શાક્ય, નીરજ શેખર, બૃજલાલ અને સીમા દ્વિવેદીનો 6 વર્ષનો કાર્યકાળ નવેમ્બર 2026માં પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે દિનેશ શર્મા આંદામાન-નિકોબારના ઉપરાજ્યપાલ બન્યા બાદ તેમની બેઠક અગાઉથી ખાલી પડી હતી. આ તમામ સભ્યોની મુદત પૂરી થતી હોવા છતાં ભાજપે આ વખતે કોઈ પણ જૂના સાંસદને રિપીટ ન કરીને તમામને પડતા મૂક્યા છે અને તેમના સ્થાને 2027ની વિધાનસભા ચૂંટણીના સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને સંગઠનના 8 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ગણિત
ઉત્તર પ્રદેશમાં ખાલી થઈ રહેલી 10 રાજ્યસભા બેઠકોમાંથી 8 બેઠકો ભાજપ પાસે હતી, જ્યારે 1 બેઠક સપા અને 1 બેઠક બસપા પાસે હતી. વિધાનસભામાં હાલ 396 ધારાસભ્યો છે, જેથી એક બેઠક જીતવા માટે પ્રથમ પસંદગીના 37 મતોની જરૂર પડશે. સંખ્યાબળ મુજબ ભાજપ 7 અને સપા 2 બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે, જ્યારે 10મી બેઠક માટે રસાકસી જોવા મળી શકે છે. ભાજપે તમામ જૂના સાંસદોને બદલીને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠન અને સામાજિક પ્રતિનિધિત્વને મજબૂત કરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.




