For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ: બસપાએ જૌનપુર, વારાણસી સહિત અત્યાર સુધી 14 બેઠક પર ઉમેદવાર બદલ્યા

Updated: May 6th, 2024

કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ: બસપાએ જૌનપુર, વારાણસી સહિત અત્યાર સુધી 14 બેઠક પર ઉમેદવાર બદલ્યા

Uttar Pradesh Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી ટાણે બહુજન સમાજવાદી પાર્ટી (Bahujan Samaj Party)ના સુપ્રીમો માયાવતી (Mayawati)એ અત્યાર સુધીમાં 14 બેઠકો પર ઉમેદવારોના બદલ્યા છે. બસપાની આવી સ્થિતિ સર્જાયા બાદ રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ થઈ રહી છે કે, શું બસપા સુપ્રીમો ઉમેદવારો મામલે કન્ફ્યૂઝ છે? જોકે બસપાએ કયા કારણોસર ઉમેદવારો બદલ્યા, તે અંગે હજુ સુધી પાર્ટી તરફથી કોઈપણ સત્તાવાર નિવેદન કરાયું નથી.

બસપાએ હવે જોનપુર બેઠક પરના ઉમેદવાર બદલ્યા

બસપાએ તાજેતરમાં જ જોનપુર બેઠક પરના ઉમેદવાર બદલ્યા હતા. પાર્ટીએ જોનપુરથી શ્રી કલા રેડ્ડીની ટિકિટ કાપી હવે શ્યામ સિંહ યાદવને ઉમેદવાર બનાવ્યા છે. યાદવ પાર્ટીના વર્તમાન સાંસદ છે. આમ તો આ બેઠક પર ધનંજય સિંહે ટિકિટ મેળવવાની જીદ પકડી હતી, પરંતુ છેવટે તેમની પત્ની શ્રી કલા રેડ્ડીને ટિકિટ અપાઈ હતી, પરંતુ એવું શું બન્યું કે, બસપાએ રાતોરાત તેમની ટિકિટ કાપી વર્તમાન સાંસદ શ્યામ સિંહ યાદવને ટિકિટ આપી. બસપાએ ઉમેદવાર બદલ્યા હોય, તેવું પહેલીવાર બન્યું નથી. આ પહેલા પાર્ટીએ ઉત્તર પ્રદેશની ઘણી બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે. 

બસપાએ અત્યાર સુધીમાં આ બેઠકો પર બદલ્યા ઉમેદવાર

Article Content Image

Gujarat