Get The App

ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 13ના મોત, 25 ઈજાગ્રસ્ત

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 13ના મોત, 25 ઈજાગ્રસ્ત 1 - image


Inage: IANS


Mathura Accident: યમુના એક્સપ્રેસવે પર મંગળવારે (16 ડિસેમ્બર)  વહેલી સવારે આગ્રાથી નોઇડા જતી લેન પર ધુમ્મસના કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. સાત બસ અને બે કારમાં ભીષણ આગ પણ લાગી ગઈ હતી. અનેક લોકો વાહનની અંદર ફસાઇ ગયા હતા અને અમુક લોકોએ કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધી 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વળી, બે ડઝનથી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરાયા છે. 

આ પણ વાંચોઃ મોદી સરકારને નામ બદલવાનો 'વળગાડ', પૈસાનો વ્યય: મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર

7 બસ અને બે કારમાં આગ

આ ઘટના બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના ખડેહરા ગામ પાસે બની હતી. અહીં ધુમ્મસના કારણે રાત્રે દ્રશ્યતા શૂન્ય થઈ ગઈ હતી. જેના કારણે આગળ-પાછળ ચાલી રહેલા વાહનો એકબીજાને જોઈ શક્યા નહીં અને વાહનો એકબીજા સાથે અથડાઇ ગયા. ટક્કર એટલી તેજ હતી કે, વાહનોમાં આગ લાગી ગઈ. 7 બસ અને બે કાર ભીષણ આગની લપેટમાં આવી ગઈ અને જોતજોતામાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. 

બસમાંથી કદીને બચાવ્યા જીવ

અનેક યાત્રીઓએ જીવ બચાવવા બસની બારીમાંથી કૂદકો મારી દીધો હતો. જોકે, અનેક લોકો અંદર જ ફસાઇ ગયા હતા. આ અકસ્માતમાં લાગેલી આગને કાબૂમાં કરવા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું અને સમગ્ર ઘટના પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત બાદથી નોઇડા જતો એક્સપ્રેસ વે લેન પર અવર-જવર ઠપ થઈ ગઈ હતી. ત્યારબાદ ક્રેન દ્વારા અન્ય વાહનોને દૂર કરી વાહનવ્યહાર ફરી શરૂ કરાયો હતો. 

આ પણ વાંચોઃ ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં વરમાળા પહેરાવતા વિવાદ

13 લોકોના મોત

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને 20થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં ત્રણ મૃતકોની ઓળખ થઈ ચુકી છે. 


Tags :