યુપી વિધાનસભા સ્પીકર ચાલુ રાષ્ટ્ર ગીતમાં જતાં રહેતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઉન્નાવ : ઉત્તર પ્રદેશ એસેમ્બલી સ્પીકર સતીશ મહાના એક વિવાદનાં કેન્દ્રમાં આવી ગયા છે. એક કાર્યક્રમમાં રાષ્ટ્ર ગીત ચાલુ હોવા છતાં મહાના ચાલતા જોવા મળતા વિપક્ષે તેમની ટીકા કરી છે.
જો કે મહાનાએ દાવો કર્યો છે કે જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યાં રાષ્ટ્ર ગીત વગાડવામાં આવ્યું ન હતું.
આ ઘટનાનાં વીડિયોમાં જોઇ શકાય છે કે રાષ્ટ્ર ગીત ચાલુ હોય છે ત્યારે મહાના સ્ટેજ પરથી નીચે ઉતરતા દેખાય છે. ત્યારબાદ પાસે ઉભેલા સમર્થકો તેમની પાસે આવ્યા અને તેમના પગે પડતા જોવા મળ્યા હતાં.
જ્યારે મહાના પોતાની કાર તરફ વધ્યા અને કાર્યક્રમમાંથી જતા રહ્યાં ત્યારે પણ રાષ્ટ્ર ગીત વાગતું હતું.
આ ઘટના એ સમયે બની છે જ્યારે ભાજપ કોંગ્રેસ પર પાર્ટી પ્રોગ્રામમાં વંદે માતરમની ફક્ત બે લાઇન ગાવાનાં નિર્ણય માટે નિશાન સાધી રહી છે અને તેને વંદે માતરમનું અપમાન ગણાવી રહી છે.
કાનપુરનાં મહારાજપુર વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય મહાના ઉન્નાવનાં પૂરન નગરમાં એસવીએમ ઇન્ટર કોલેજમાં કાઉન્સિલનાં પ્રાંતીય સંમેલન અને સેમિનારમાં સાંમેલ થયા હતાં.
પ્રોટોકોલ અનુસાર પોલીસે મહાનાને કાર્યક્રમ સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર સમાપ્ત થયા પછી તરત જ રાષ્ટ્ર ગીત વાગવાનું શરૂ થઇ ગયું હતું. તે જ સમયે મંહાના સ્ટેજ પરથી ઉતરીને કાર તરફ જવા લાગ્યા હતાં.
કોંગ્રેસનાં સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટનાં વડા સુપ્રિયા શ્રીનેતે એક્સ પર જણાવ્યું છે કે વંદે માતરમ અને જૂઠ પછી ફેલાવજો પહેલા એ તો બતાવો કે યુપી વિધાનસભા સ્પીકર ચાલુ રાષ્ટ્ર ગીત દરમિયાન ઉભા થઇને કેમ જતાં રહ્યાં?









