India

સારા સમાચાર! દેશમાં બેરોજગારી ઘટીને 6.5 ટકા થઈ, સામે આવ્યા સરકારી આંકડા

By GS Team
13 Feb 20241 min read
This article was originally published on 13 Feb 2024
TukuTouch Logo
સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓમાંથી મળતી માહિતી મુજબ દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સારા સમાચાર! દેશમાં બેરોજગારી ઘટીને 6.5 ટકા થઈ, સામે આવ્યા સરકારી આંકડા

Unemployment rate in India: સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓમાંથી મળતી માહિતી મુજબ દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 દરમિયાન ભારતના શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.5 ટકા થયો હતો. ગયા વર્ષે આ સમયગાળામાં બેરોજગારીનો દર 7.2 ટકા હતો. 

કોવિડ કાળમાં વધી હતી બેરોજગારી 

સમયાંતરે શ્રમ દળના ડેટાના મહત્વને ધ્યાનમાં રાખીને, NSSO એ એપ્રિલ, 2017માં સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS) શરૂ કર્યો હતો. દેશમાં કોવિડ લોકડાઉનને કારણે એપ્રિલ-જૂન 2020 ક્વાર્ટરમાં એકંદરે બેરોજગારીનો દર 20.9 ટકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આનાથી દેશભરમાં રોજગારીની તકો અંગે ચિંતા સર્જાઈ હતી. જયારે PLFSના ત્રિમાસિક બુલેટિન મુજબ પુરુષો માટે બેરોજગારીનો દર ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં 6.5 ટકાથી ઘટીને ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં 5.8 ટકા થયો છે. 

મહિલાઓની બેરોજગારી દરમાં પણ થયો ઘટાડો 

આ જ સમયગાળામાં મહિલાઓ માટે બેરોજગારીનો દર 9.6 ટકાથી ઘટીને 8.6 ટકા થયો છે. સર્વેમાં વધુમાં જણાવાયું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR) વધીને 46.6 ટકા થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં તે 44.7 ટકા હતો.