Get The App

અમેરિકા બાદ હવે UAEએ વિઝા અંગે મોટો નિર્ણય લીધો, આ 9 દેશોના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ!

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા બાદ હવે UAEએ વિઝા અંગે મોટો નિર્ણય લીધો, આ 9 દેશોના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ! 1 - image


UAE Visa Ban : સંયુક્ત આરબ અમીરાત (UAE)એ આફ્રિકા અને એશિયાના નવ દેશોના નાગરિકોના પ્રવાસી અને વર્ક વિઝા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ પ્રતિબંધ 2026 સુધી અમલમાં રહેશે, પરંતુ જે નાગરિકો પાસે પહેલેથી જ માન્ય વિઝા છે, તેમના પર તેની કોઈ અસર થશે નહીં. પ્રતિબંધિત દેશોમાં અફઘાનિસ્તાન, લિબિયા, યમન, સોમાલિયા, લેબનોન, કેમરૂન, અને સુદાનનો સમાવેશ થાય છે. આ નીતિ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે.

પ્રતિબંધ પાછળનું કારણ રાષ્ટ્રીય સુરક્ષા

સત્તાવાર રીતે યુએઈ દ્વારા આ પ્રતિબંધ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ અનૌપચારિક રિપોર્ટમાં આ પાછળનું કારણ રાષ્ટ્રીય સુરક્ષા હોવાનું સામે આવ્યું છે. યુએઈએ આ પગલું સુરક્ષા, જાહેર આરોગ્ય અને ઈમિગ્રેશન કંટ્રોલને ધ્યાને રાખીને લીધું છે. અગાઉ પણ દસ્તાવેજી છેતરપિંડી, ગેરકાયદે રહેઠાણ અને ઓળખ સંબંધીત ખોટા દસ્તાવેજોના કારણે યુએઈએ આવા પગલાં લીધા છે.

આ પણ વાંચો : ‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો', ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ

ભારતીયો માટે ચિંતાની જરૂર નથી

ભારતીય નાગરિકો પર યુએઈમાં કોઈ પ્રતિબંધ નથી. જો કોઈ ભારતીય પાસે યુએસએ, યુકે અથવા ઈયુ દેશોનો વેલિડ પાસપોર્ટ અથવા રેસિડેન્સી પાસપોર્ટ છે, તો તેઓ UAEમાં વિઝા ઓન અરાઈવલ મેળવી શકે છે. ગ્રીન કાર્ડ, ઈયુ અને યુકે રેસિડેન્સી કાર્ડ ધરાવતા ભારતીયો 14 દિવસ માટે યુએઈની મુલાકાત લઈ શકે છે. ભારતીય નાગરિકો હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ પણ વાંચો : ગર્ભાવસ્થામાં પેરાસિટામોલના ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો, WHOએ આપ્યો જવાબ

Tags :