‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો', ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ
US President Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે NATOના સાથી દેશોને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખીરદાવનું બંધ કરવાની માંગ કરી છે. જોકે તેમ છતાં હંગેરીએ અમેરિકાને સીધો પડકાર આપી કહ્યું છે કે, તેઓ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે.
અમે રશિયા પાસેથી તેલ ખરીદતા રહીશું : હંગેરી
હંગેરીના વિદેશ મંત્રી પીટર સિજ્જાર્ટો (Peter Szijjarto)એ કહ્યું છે કે, તેમનો દેશ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે. તેમણે UNGAની વાર્ષિક બેઠકમાં કહ્યું કે, ‘અમારા દેશને રશિયાનું ક્રૂડ ઓઈલ અને ગેસ જેવા સ્ત્રો ખૂબ જરૂરી છે, તેથી અમે અમારા ઊર્જા ઉત્પાદનના પુરવઠા માટે આ ખરીદી ચાલુ રાખીશું.
રશિયા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી
સિજ્જાર્ટોએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમારા દેશ માટે ઊર્જા પૂરવઠો એક મહત્ત્વનો મુદ્દો છે. રશિયા સિવાય અન્ય દેશો પાસેથી ખરીદી કરવાનું સપનું જોવું સારું છે, પરંતુ અમે માત્ર તે દેશ પાસેથી ખરીદી શકીએ છીએ, જ્યાં માળખાકીય સુવિધાઓ છે. હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બાન ટ્રમ્પના સૌથી નજીકના સાથી છે અને તેઓ હંમેશા તેમની પ્રશંસા કરતા રહ્યા છે. આ ઉપરાંત તેમના રશિયા સાથે પણ મિત્રતાભર્યા સંબંધો જાળવી રાખી યુક્રેનની ટીકા કરતા રહ્યા છે.
આ પણ વાંચો : H1Bમાં ફી વધી પણ અમેરિકા જવા માટે હજુ 4 વિકલ્પ: જાણો L1, O1 અને EB5 વિઝાના નિયમો
નાટો દેશોમાં મતભેદ
ટ્રમ્પના નિવેદન બાદ કેટલાક નાટો દેશોમાં મતભેદ જોવા મળ્યા છે. ટ્રમ્પના વધુ એક નજીકના સાથી અને યુક્રેનના સમર્થક લિન્ડસે ગ્રેહામે લખ્યું કે, ‘રશિયન તેલ ખરીદવાની વાત છે, તો તે હંગેરી અને સ્લોવાકિયા પર નિર્ભર છે. મને આશા છે કે તેઓ જલ્દી જ આ યુદ્ધ સમાપ્ત કરવામાં અમારી મદદ કરવા આગળ આવશે.
આ પણ વાંચો : ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક છે પેરાસિટામોલ, બાળક પર ઓટિઝમનો ખતરો: ટ્રમ્પનો દાવો