બિહારમાં દુઃખદ ઘટના, ગંડક નદીમાં ડૂબ્યા પાંચ બાળકો, બે સગા ભાઈઓના મોત
Bihar News : બિહારના બગાહા શહેરમાંથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. અહીં નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રત્નમાલા ઘાટ પર ગંડક નદીમાં નહાવા ગયેલા પાંચ બાળકોમાંથી બે બાળકોના મોત થયા છે. બપોરે બધા બાળકો નહાવા માટે નદીમાં ગયા હતા ત્યારે આ ઘટના બની છે. નદીમાં અચાનક પાણી પ્રવાહ વધતા બાળકો ફસાઈ ગયા બાદ ડૂબવા લાગ્યા હતા. બાળકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો તુરંત દોડી આવ્યા હતા અને ત્રણ બાળકોને બચાવી લીધા છે, જોકે બે બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થતાં મોત થયું છે.
ડૂબી જવાથી બે સગાભાઈઓના મોત
બે ભાઈઓ, મોહમ્મદ અરશદ (12 વર્ષ) અને મોહમ્મદ અફસર (11 વર્ષ)ના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. તે બંને રત્નમાલાના રહેવાસી મોહમ્મદ અશરફના પુત્રો હતા. અકસ્માત બાદ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પરિવારે પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું અને મૃતદેહો ઘરે લઈ ગયા હતા. ઘટના બાદ ત્રણેય બાળકોને સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બાળક એહસાન અલી (8 વર્ષ) હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત હવે ખતરાની બહાર હોવાનું કહેવાય છે.
ગંડક નદીમાં પાણીનું સ્તર વધ્યું
ઘટનાની જાણ થતાં જ રત્નમાલા ઘાટ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ વહીવટીતંત્ર અને પોલીસને જાણ કરી હતી. મળતા અહેવાલો મુજબ પરિવાર મૃતદેહ લઈને હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો હવે ગંડક નદીના ઘાટ પર સુરક્ષા વધારવા અને બાળકોને સ્નાન કરતા અટકાવવાની માંગ કરી રહ્યા છે. ગંડક નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને પાણીનો પ્રવાહ ઝડપી છે. આવી સ્થિતિમાં બાળકો માટે ઘાટ પર જવું ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો : નોટો ભરેલી બેગ, સિગારેટના કશ... ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ