Get The App

VIDEO: નોટો ભરેલી બેગ, સિગારેટના કશ... ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: નોટો ભરેલી બેગ, સિગારેટના કશ... ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ 1 - image


Maharashtra Political News : મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા સંજય શિરસાટ ઘણા દિવસોથી મુશ્કેલીમાં મુકાયા છે. થોડા દિવસો પહેલા આયકર વિભાગે અચાનક વધી ગયેલી સંપત્તિ મુદ્દે શિરસાટને નોટિસ ફટકારી હતી, ત્યારે હવે તેમનો નોટોથી ભરેલી બેગ અને સિગારેટના કશ સાથેનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ વિપક્ષો આક્રમક બની ગયા છે. શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે ફડવણવીસ પર કટાક્ષ કર્યો છે.

શિરસાટનો વીડિયો વાયરલ

વાયરલ થયેલા વીડિયોમાં શિરસાટ શોર્ટ્સ અને ગંજી પહેરેલી સ્થિતિમાં બેડ પર બેઠા જોવા મળી રહ્યા છે. તેઓ સિગારેટને કશ લેતા અને ફોન પર કોઈની સાથે વાત કરતા નજર આવી રહ્યા છે. તેમની પાસે કાળા રંગની બે બેગ પડેલી છે, જેમાં એક ખુલ્લી બેગમાં નોટોના બંડલો અને બીજી બેગ બંધ દેખાઈ રહી છે. વીડિયોમાં તેમનું પાળતું શ્વાન પણ દેખાઈ રહ્યું છે. 

મને ફડણવીસ પર દયા આવી રહી છે : સંજય રાઉત

શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) સંજય શિરસાટ (Sanjay Shirsat)નો વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે, ‘મને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર દયા આવી રહી છે. છેવટે તેમણે કેટલીક જોવું પડશે કે, તેમની ઈજ્જત વારંવાર કલંકિત થઈ રહી છે. મજબૂરીનું બીજુ નામ: ફડણવીસ...’ 

VIDEO: નોટો ભરેલી બેગ, સિગારેટના કશ... ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતનો કટાક્ષ 2 - image

વાયરલ વીડિયો અંગે શિરસાટે શું કહ્યું?

રાઉતે વીડિયો શેર કર્યા બાદ શિરસાટે જવાબ આપ્યો છે. શિવસેનાના મંત્રી શિરસાટે કહ્યું કે, ‘હું પ્રવાસ કરી પરત આવી રહ્યો હતો અને કપડાં બદલ્યા બાદ મારા બેડરૂમમાં બેઠો હતો. મારો શ્વાસ પણ મારી સાથે હતો. એવું લાગે છે કે, તે સમયે કોઈએ મારો વીડિયો રેકોર્ડ કર્યો છે.

અગાઉ આયકર વિભાગે શિરસાટને નોટિસ ફટકારી હતી

આ પહેલા આવકવેરા વિભાગે 2019-2024 વચ્ચે વધેલી સંપત્તિ મામલે શિરસાટને નોટિસ મોકલી હતી. નોટિસ બાદ મીડિયા સાથે વાત કરતા શિરસાટે કહ્યું હતું કે, ‘કેટલાક લોકોને મારાથી વાંધો છે, પરંતુ તેમને જવાબ મળી જશે. સિસ્ટમ પોતાનું કામ કરી રહ્યું છે અને મને તેનાથી કોઈ સમસ્યા નથી. હું કોઈપણ દબાણમાં નથી. આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે. મને 9 જુલાઈ સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. મેં જવાબ આપવા માટે સમય માંગ્યો છે. હું કોઈ પણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છું.’

આ પણ વાંચો : હિન્દુત્વના સમર્થક અને વિવાદાસ્પદ ધારાસભ્ય ટી. રાજાનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું, નડ્ડાની મંજૂરી

Tags :